________________
૨૦]
મારી સિંધયાત્રા
વિ.સં ૧૪૮૪માં જયસાગર ઉપાધ્યાયે માલીવાહનપુરમાં ચોમાસું કર્યું હતું.
વિ. સ. ૧૪૮૪માં જયસાગર ઉપાધ્યાયે કાગડામાં આદિનાથ ભગવાનની યાત્રા કરી હતી,
સોળમી શતાબ્દિમાં થઈ ગએલ જિનચન્દ્રસૂરિના શિષ્ય જિનસમુદ્રસૂરિએ સિંધમાં પંચનદની સાધના કરી હતી.
વિ. સ. ૧૬૫રમાં જિનચન્દ્રસૂરિ પંચનદને સાધીને દેરાઉલનગર ગયા હતા, જ્યાં જિનકુશલસરિનાં પગલાંનાં દર્શન કર્યા હતા.
વિ. સ. ૧૬૬૭માં સમયસુંદરજીએ ઉચ્ચનગરમાં “ શ્રાવક-આરા. ધના” નામના ગ્રન્થ બનાવ્યો હતો. શ્રી સમય સુંદરછ મહાન કવિ હતા, તેમનાં સિંધી ભાષામાં પણ બનાવેલાં કઈ કઈ સ્તવન મળે છે.
આ સિવાય મુલતાન, જાવાહન, પરશુરેડ કેટ, તરપાટક, અમલીકવાહનપુર, ગોપાચલપુર, કેટીગ્રામ, હાજી-ખાંડેરા, ઈસ્માઈલ
ખાં–ડેરા, લેહરાનગર, ખારબારા, દુનિયાપુર, સકીનગર, નયાનગર, નવરંગખાન, લાદીપુર વિગેરે એવાં અનેક ગામે છે, કે જ્યાં અનેક જૈન ઘટનાઓ થયાના ઉલ્લેખો, પઢાવલિયા અને બીજા અનેક ગ્રંથમાંથી મળે છે.
આ ઉપરથી એ સ્પષ્ટ સમજાય છે, કે સિંધમાં એક વખતે સાધુઓને વિહાર બહેળા પ્રમાણમાં થતો હતો. મંદિર ઘણું હતાં. જૈનધર્મની જાહેજલાલીનાં અનેક કાર્યો થતાં હતાં. દીક્ષાઓ અને પ્રતિષ્ઠાઓ થતી હતી.
ઉપરના સંવત ઉપરથી આપણે જોઈ શક્યા છીએ કે વિ. સં. પૂર્વ ૪૦૦ થી વિક્રમની સત્તરમી શતાબ્દિ સુધી તો જૈન સાધુઓને વિહાર અને જન ઘટનાઓ સિંધમાં બરાબર બનતી રહી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org