________________
૧૬]
મારી સિંઘયાત્રા
મીરપુરખાસની પાસે કાહુ-જો-ડેરાનું જે સ્થાન થોડા વર્ષો પહેલાં ખોદવામાં આવ્યું હતું, તેમાંથી ઘણું પ્રાચીન મૂતિઓ નીકળી છે. કહેવાય છે, કે એમાંની કેટલીક મૂર્તિઓ જન મૂર્તિઓ છે.
અત્યારે મારવાડની હકુમતમાં ગણાતું જૂનું બાડમેર અને નવું બાડમેર એ પણ એક વખતે જનધર્મની જાહોજલાલીવાળાં સ્થાને હતાં, એવું ત્યાંનાં મંદિર અને જૂના શિલાલેખ ઉપરથી પ્રત્યક્ષ જોઈ શકાય છે.
આ સિવાય બીજા એવાં અનેક સ્થાને છે, કે જ્યાંથી જનધર્મનાં પ્રાચીન અવશેષો મળે છે. '
જૈન સાધુઓને વિહાર - જે દેશમાં જનધર્મનાં પ્રાચીન સ્થાને મળતાં હોય, તે દેશમાં કઈ વખતે જૈન સાધુઓને વિહાર મોટા પ્રમાણમાં થયો હોય એ એક સ્વાભાવિક વસ્તુ છે, અને જ્યાં જ્યાં જન સાધુઓ વિચર્યો હોય, ત્યાં ત્યાં કંદને કંઈ ધાર્મિક પ્રવૃત્તિઓ થઇ હોય, તે પણ સ્વાભાવિક છે.
જનાચાર્યોએ લખેલી જૂની પદાવલિ અને પ્રશસ્તિઓમાં એવાં સેંકડો પ્રમાણે મળે છે કે જેમાં જૈનાચાર્યોના સિંધમાં વિચરવાના ઉલ્લેખો મળે છે. જૂનામાં જૂનું પ્રમાણ વિ.પૂર્વે લગભગ ૪૦૦ ના સમયનું છે, કે જે વખતે રતનપ્રભસૂરિના પટ્ટધર યક્ષદેવસૂરિ સિંધમાં આવ્યા હતા. અને સિંધમાં આવતાં તેમને ઘણું કષ્ટ ઉઠાવવું પડયું હતું. આ યક્ષદેવ સૂરિના ઉપદેશથી કક્ક નામના એક રાજપુત્ર જૈન મંદિર બંધાવ્યાં હતાં, અને પછી દીક્ષા લીધી હતી.
કકકસૂરિના સમયમાં મરૂટના કિલ્લાનું બદકામ કરતાં નેમિનાથની મૂતિ નિકળી હતી. આ વખતે મકોટને માંડલિક રાજા કાફ હતું. તેણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org