________________
જૈન દષ્ટિએ જૂનું સિંધ
[૧૫
કઠીન લાગવાથી ત્યાં જ ગેડીઝની ભાવપૂર્વક સ્તુતિ કરી. ગેડીજી મહારાજે સંઘને ત્યાં દર્શન દીધાં. સંઘ ખુશી થયો. ચાર દિવસ ત્યાં મુકામ રાખી-ઉત્સવ કરી, પીલુડીના ઝાડ નીચે ગેડીજીનાં પગલાં સ્થાપી, સંધ પાછે રાધનપુર ગયે. અત્યારે આ ખાલી મંદિર જૈનેના કબજામાં છે. નગરપારકરના જૈનો તરફથી એક ભીલ રાખે છે, તે સંભાળ રાખે છે.
આ સિવાય પ્રાચીન તીર્થમાળાઓમાંથી પણ ગાડીનું મુખ્ય સ્થાન સિંધમાં હેવાનું જણાય છે. આજ તો ગોડી પાર્શ્વનાથની મૂર્તિઓ મંદિરે મંદિરે દેખાય છે.
આજનું ઉમરકોટ એક વખતે સિંધમાં જૈનેનું મૂખ્ય સ્થાન હતું. આજે પણ ત્યાં એક મંદિર અને પંદરેક શ્રાવકનાં ઘર મૌજૂદ છે.
આ સિવાય થરપારકર જીલ્લાના નગરપારકર તાલુકાનાં બે ગામો પણ જનદષ્ટિએ અતિ જૂનાં છે. ભૂદેસર ને પારીનગર. ભૂદેશ્વરમાં પ્રસિદ્ધ ધર્મપ્રેમી મેઘ તથા કાજળશા રહેતા હતા, એમ કહેવાય છે. મેઘાશા પાટણથી આવેલ ને સાથે શ્રી પાર્શ્વનાથ પ્રભુની મૂર્તિ લાવેલ. આજે પણ અહિં મૂર્તિવિનાનાં પ્રાચીન ત્રણ મંદિરે ઉભાં છે, કે જે સરકારને કબજે છે.
નગરપારકરની આસપાસમાં વીરાવાવ, આધીગામ, ચૂડીયા, બેરાણ વડ–એ ગામો છે, કે જ્યાં જનનાં પંદર પંદર વીસ વીસ ઘર છે. નગરપારકર અને વીરાવાવમાં તો મંદિર પણ છે. નગરપારકરમાં કુવાડીયા મૂલજી ભવાન અને આધી ગામમાં જેચંદ ચતુરભાઈ–એ ધર્મપ્રેમી મહાનુભાવો છે. આ ગામમાં રહેનારાઓની બોલચાલ, ખાનપાન, વ્યવહાર બધું ગુજરાતી છે. લખવા-બેસવાની ભાષા પણ ગુજરાતી છે. ગુજ- * રાતની સાવ નજીક હાઇ ગુજરાત સાથે વધુ સંબંધ છે. અહિં સુધી તો કઈ કઈ સાધુઓ પણ આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org