________________
મારી સિંધયાત્રા
અને એમ પણ કહેવાય છે કે તેઓ મહમદ પયગમ્બર સાહેબના કાકા હજરત અબાસના વંશજ હતા. ઈ. સ. ૧૭૮૯માં ગુલામશાહ કહેરાના વખતમાં અંગ્રેજો પહેલ વહેલાં વેપાર માટે સિંધમાં આવ્યા અને ઠઠ્ઠા અને શાહબંદરમાં પિતાના ડેરા નાખ્યા. ગુલામશાહ શરીર અને બુદ્ધિશાળી હતો. તે એક વારાંગનાનો પુત્ર હતો. કહેરા વંશીય રાજાઓમાં ગુલામશાહ વધારે પ્રસિદ્ધ થઈ ગયેલ છે.
આજનું હૈદ્રાબાદ એ જૂના મૈત્રકેટ શહેરની જગ્યા ઉપર ઈ. સ. ૧૭૬૮માં નવેસરથી કિલો બંધાવી ગુલામશાહે નવું શહેર વસાવ્યું, તે છે. ગુલામશાહે ખુદાબાદથી હૈદ્રાબાદમાં ગાદી ફેરવી, તેથી ખુદાબાદના ઘણા હિંદુએ હૈદ્રાબાદ આવી વસ્યા.
ખુદાબાદના હિંદુઓ.
કહેવાય છે કે લારખાના જીલ્લાના ખુદાબાદમાં આગ લાગવાથી ઘણા હિંદુઓ હાલાની પાસે આવી વસ્યા હતા. અહિં તેમણે જે ગામ વસાવ્યું તેનું નામ પણ ખુદાબાદ જ રાખ્યું. તે પછી તેઓ ગુલામશાહના વખતમાં હૈદ્રાબાદમાં આવી વસ્યા હતા. આથી હાલ પાસે નવું વસાવેલું ખુદાબાદ પણ ખુદાની માફકજ અદશ્ય થઈ ગયું.-વેરાન થઈ ગયું. આ હિંદુઓ એ જ મોટે ભાગે અત્યારના આમીલો અને ભાઇબંધ છે.
હૈિદ્રાબાદને કિલ્લે, જ્યાં સુધી બંધાય નહિ હતા, ત્યાં સુધી ખુદાબાદના આ હિંદુઓ સિધુ નદીના કાંઠે રહ્યા હતા. આ હિંદુઓમાં ગાદુમલ પ્રધાન હતા. ગીદુમલના નામથી સિંધુને આ કાંઠે ગીબંદર તરીકે પ્રસિદ્ધ થયે. ગુલામશાહે કિલ્લો બાંધવાનું કામ દીવાન ગીઇમલને સોપ્યું હતું. કિલ્લો બંધાયા પછી આ હિંદુઓ હૈદ્રાબાદ આવી વસ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org