________________
હિંદમાં સિંધનું સ્થાન
| [ ૧૧
પહોળી એવી ૬૬ કમાને છે. આ બંધમાં ૧૪૦૦ મણ વજનનું એક એક બારણું છે. બારણાની ઉંચાઈ ૧૮ ફુટ છે. આ દરવાજાઓ દ્વારા નહેરના જુદા જુદા ફાંટાઓમાં પાણી જાય છે. દરવાજા એવા ભારે છે કે એને માટે વીજળીનાં યંત્ર ગોઠવવામાં આવ્યાં છે. “ સકકર બરાજ ” નું એકંદર ખરચ ૨૦ કરોડ રૂપિયા થયાનું કહેવાય છે. વિદ્વાને શું કહે છે?
સિંધ ભારતવર્ષના ઇતિહાસમાં એક અનોખું સ્થાન ધરાવે છે. સિધની પ્રસિદ્ધિમાં રણ(રેતી), ઉંટ અને ગધેડાને મુખ્ય સ્થાન કેટલાક લેખકે આપે છે. સિંધના રણનાં વખાણ કરતાં, ગુજરાતના મહાકવિ ન્હાનાલાલ કહે છે –
“બાગની નગરવેલી કરતાં સંતલાની વનવેલડી અધિકી છે, એમ હમારા દેશ કરતાં યે હમારાં તે રણ અધિકાં, તમારાં રણ તે જાણે સંજીવન પાનારાં. આવ્યાને અમૃત છાંટનારાં....૧
સિંધની પ્રસિદ્ધ ત્રણ ચીજે-રેતી, ઉંટ, અને ગધેડાનું પણ ગુણગ્રાહક દષ્ટિએ મહત્વ બતાવતાં વિદ્વાન લેખક જદુરાય ડી. ખંધડીયા કહે છે –
“એડીશને રેતીમાંથી જ કિંમતી અવાજ શોધી કાઢી ફેનેગ્રાફની શોધમાં પૂર્યો છે. એ રેતીમાં યે રત્નકણિકાઓ છે. શેાધે તેને જડે. ઉંટને ગધેડાને પણ કંઈ નાખી દેવાનાં નથી. સિંધની અનેક પ્રેમશૌર્યની કથાઓમાં ઉડે કિમતી ભાગ ભજવ્યો છે. પવનવેગી સાંઢણીએ ઇતિહાસમાં જવલંત પ્રકરણો રચ્યાં છે. અને સિંધનો વિકાસ કરવામાં પદાર્થો લાવ લઈ જ કરી, ભાર વહેનાર અને તે દ્વારા કિંમતી ભાગ લેનાર ગધેડાં અને તેના ગરીબ માલિક હલકા લોક વર્ગના લોકસાહિત્યને આજે નહિં તો ભવિષ્યમાં ઉંચુ સ્થાન છે.”
૧ જૂઓ, “શ્રી કરાચી ગુર્જર સાહિત્યકળા મહોત્સવ” ના પ્રમુખ તરીકેનું તેમનું વ્યાખ્યાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org