________________
પત્રની વસ્તુ તાત્ત્વિક જૈન દર્શનના સિદ્ધાંતોનું શાસ્ત્રીય આધારે સ્પષ્ટીકરણ તાર્કિક સુસંગતાથી અભિવ્યક્તિ. રત્નત્રયીને જ આરાધનામાં સમ્યક્ દર્શન, સમ્યક્ જ્ઞાન અને સમ્યક ચારિત્ર જેવા મુમુક્ષુઓને માટે રાજમાર્ગ છે તે વિશેના વિચારો વ્યક્ત થયા છે. તેમાં પણ ચારિત્રની વિશુદ્ધિ, પાંચ મહાવ્રત, અષ્ટ પ્રવચન માતાનું પાલન અને તેમાં લાગેલા અતિચારની પ્રાયશ્ચિતથી શુદ્ધિનો સમાવેશ થાય છે. તદુપરાંત ચાતુર્માસન સ્થાપી નિવાસ દરમ્યાન સંઘમાં થયેલી આરાધના, ક્ષમાપના, જિનેન્દ્ર ભક્તિ મહોત્સવ વૃદ્ધ - બિમારી સાધુ ભગવંતની શાતા-પૃચ્છા ચિકિત્સા, કાળધર્મ પ્રસંગે આંતરૌદ્ર ધ્યાન ન કરતાં આત્માને ધર્મ ધ્યાન - શુક્લ ધ્યાનમાં પ્રવૃત્ત થઈને સમતાપૂર્વક આરાધનામાં જોડાવાનાં ઉપદેશાત્મક વચનોનો ઉલ્લેખ થયો છે. શ્રાવકોને ઉદ્દેશીને લખાયેલા પત્રોમાં શ્રાવકાચાર, તત્વજિજ્ઞાસા, શંકા-સમાધાન, આરાધક ભાવની વૃદ્ધિ - વ્રત પાલનમાં પુરૂષાર્થ જ્ઞાનક્રિયા દ્વારા મોક્ષ છે એમ જાણીને બંનેમાં પુરૂષાર્થ કરવો. વ્યવહાર શુદ્ધિ દ્વારા વિશુદ્ધ ધર્મની આરાધના, આત્મનિરીક્ષણને આત્મસ્વરૂપની પ્રાપ્તિનું ધ્યેય જેવા વિચારોને સ્પર્શતા પત્રો છે. આ રીતે પત્રની “theme' સાંપ્રદાયિક હોવા છતાં ઉદાત્ત જીવન જીવવાનો શાસ્ત્રીય માર્ગ દર્શાવીને આત્મા મુક્તિ પામે એવી શાશ્વત ભાવનાને ચરિતાર્થ કરતી પત્ર સૃષ્ટિ છે.
પત્રને અંતે લેખકનું નામ હોય છે. તો વળી આરંભમાં પણ તેવો ઉલ્લેખ થયેલો છે.
ગુરૂ-શિષ્ય અને ગુરુ-ભક્ત એમ બે પ્રકારના પત્રો પ્રાપ્ત થાય છે. આ પત્રો પરસ્પરના ધર્મપ્રેમ અને ગુરુભક્તિથી પ્રેરાઈને સહજ રીતે લખાયા છે. તો વળી કેટલાક પ્રસંગોચિત્ત છે. તેમાં પણ
૩૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org