________________
સાધ્વીજી શ્રી વિમલપ્રભાશ્રીજી, સાધ્વીજી કીર્તિપૂર્ણાશ્રીજી આદિજોગ. અનુવંદના - સુખશાતા પત્ર મળ્યો.
પંચસૂત્રનું પ્રથમસૂત્ર ત્રણે ટંક હંમેશ સ્મરણ કરવાથી તથા ભવ્યત્વનો પરિપાક થાય છે.
સંસાર દુઃખરૂપ છે, દુ:ખ ફલવાળો છે. દુઃખની પરંપરાવાળો છે. શુદ્ધ ધર્મ એ તેનું ઔષધ છે અને તે ચતુદશરણ ગમન, દુષ્કૃતગર્તા, સકૃત અનુમોદના વડે સાધી શકાય છે. અશુભનો ઉદય સમભાવે વેદાય એ જ કર્તવ્ય માનવું એનાથી ભૂતકાળના કર્મ ખપી જવા સાથે અનંત ભવિષ્ય ઉજ્જવળ બને છે.
પ્રતિકૂળતા વખતે કરેલા કર્મ ઉદયમાં આવીને ભોગવાઈ જાય છે. આ વિચાર સમતા ભાવને પુષ્ટ બનાવે છે. અનુકૂળતા વખતે બીજાને સહાયક બનવું અને પ્રતિકૂળતા વખતે પ્રભુસ્મરણ વધારવું. એ જ સમ્યગુદષ્ટિ જીવોનું કર્તવ્ય છે. રત્નત્રયી નિર્મળતા થાય તેવો ઉદ્યમ કરવો. (પા. ૧૨૭)
૬. નમસ્કાર મહામંત્ર તત્વ ચંદ્રિકા
પ. પૂ. પં. શ્રી અભયસાગરજીની સાહિત્ય સૃષ્ટિમાં વિવિધ પ્રકારનાં પુસ્તકો ઉપલબ્ધ થાય છે તેમાં એક અત્યંત મહત્ત્વનું પુસ્તક
શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વ ચંદ્રિકા' છે. જેને પત્ર સાહિત્યના વિકાસમાં વિષય અને શૈલીની દષ્ટિએ આ પુસ્તક નમૂનેદાર છે.
આ પુસ્તકના પત્રો પૂ.ગુરૂદેવશ્રીનું નમસ્કાર મહામંત્ર વિશેનું છે. ઊંડું અધ્યયન અને વૈજ્ઞાનિક રીતે પ્રયોગ સિદ્ધ માહિતીનો સંચય જ થયો છે તેમાં નવકારની સાધના - જાપ અને આત્મ વિકાસના આ
શ્રી જૈન શ્વે, મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ
(૧૭૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org