________________
| દોસ્ત! સજા સામાન્યતયા ગુનાના આધારે નથી થતી પણ આ એ ગુનો જેના હાથે થયો હોય છે એના પ્રત્યે આપણા મનમાં કેવો છે પ્રેમ છે, એના આધારે થાય છે.. હા... મગજમાં જલદી ન બેસે એવી આ નક્કર વાસ્તવિકતા છે. વ્યક્તિ પ્રત્યે દ્વેષ ઘટાડવો છે? તો એની ભૂલો જોવાનું બંધ કરો ! એની ભૂલો જોવાની બંધ કરવી છે? તો એના પ્રત્યે ભારોભાર પ્રેમ ઊભો કરી દો!
આના સિવાય જીવ માત્ર સાથે મૈત્રી જમાવવાનો બીજો કોઈ રાજમાર્ગ નથી... મને લાગે છે કે આટલા સ્પષ્ટીકરણથી તારા મનનું સમાધાન અચૂક થઈ જશે!
પત્ર – ૪
મહારાજ સાહેબ!
પ્રેમની આપે કરેલ વ્યાખ્યા વાંચ્યા પછી તો એમ લાગે છે કે આગ સાથે દોસ્તી કરવી સહેલી છે. વાઘનો રમાડવો હજી રમત વાત છે... સાપને ગળા ફરતે વીંટાળી દેવો હજી સહેલો છે, પણ પ્રેમને આત્મસાત્ કરવો ભારે કઠિન છે.. પ્રેમપાત્ર વ્યક્તિને આપણે માત્ર આપતા જ રહેવાનું! પાછું આપીને ભૂલી જવાનું! અરે ! એની પાસેથી બદલામાં કાંઈ મેળવવાની અપેક્ષાય નહીં રાખવાની! જો આનું જ નામ પ્રેમ હોય તો મને એમ લાગે છે કે કો'ક વિરલ વ્યક્તિને છોડીને બીજા કોઈની પાસે આ પ્રેમની મૂડી નહીં હોય!
જેના પર શ્રદ્ધા મૂકીને આપણે પ્રેમ કર્યો હોય એ વ્યક્તિ આપમાં દિલની લાગણીની ધરાર ઉપેક્ષા કરે ત્યારે એના પરનો પ્રેમ ટકવો તો મુશ્કેલ છે જ પણ જે શ્રદ્ધાથી એના પર પ્રેમ કર્યો હોય એ
*
શ્રી રાજસ્થાન જૈન છે. મૂ. સંઘ, સિકન્દરાબાદ
-
૨૬૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org