________________
ક્ષય કરવા સદા જાગ્રત રહેશો. કર્મના ઉદયને સમતાભાવથી - ભોગવતાં પૂર્વભવોનાં કેટલાંક અશુભ કર્મોનો ક્ષય થાય છે અને નવા શુભનો સંચય થાય છે માટે જરાય આર્તધ્યાન ન થઈ જાય તેની સંપૂર્ણ કાળજી સમભાવે સહન કરવા કાળજી રાખશો. શ્રી નવકાર મંત્રનું જ સ્મરણ રાખશો. તમે લઘુવયમાં સંયમ ગ્રહણ કર્યું છે. સુંદર આરાધના કરતાં અશુભનો ઉદય આવ્યો તો એ અશુભકાળને પણ માનસિક સુંદર વિચારણા દ્વારા કર્મક્ષયનું કારણ બનાવશો. એ જ.
દ. જયાશ્રીની અનુવંદના. (પા. નં. ૭૦)
અભ્યાસ વિનયાદિ ગુણોપેતા
યોગ અનુવંદનાપૂર્વક જણાવવાનું કે તારા અભ્યાસના સમાચારથી આનંદ-સંયમ જીવનમાં ગુર્વાજ્ઞામાં રહી જ્ઞાન, ધ્યાન, સમિતિ-ગુપ્તિનું સુંદર પાલન અને એને માટે જ ખાસ અભ્યાસ એમાં જ સંયમી આત્માને હંમેશા સ્વાર કલ્યાણ માટે મસ્ત રહેવું જોઈએ. વડીલ ગુર્નાદિની ખોટ સાલે પરંતુ ગુર્વાજ્ઞાના પાલનમાં સદા સજ્જ આત્માને તેમાં પણ ખૂબ જ આનંદ મગ્નતા હોય જ – માટે વડીલો જે હોય તેમની શક્તિ અનુસાર સેવા ભક્તિમાં રહી અભ્યાસાદિમાં ખૂબ જ લક્ષ્ય રાખશો. અભ્યાસમાં વિઘ્ન આવે છતાં જે ટાઈમ મળે તેમાં ખંત રાખી અભ્યાસ કરવા ચુકશો નહિ. એ જ.
જયાશ્રીની અનુવંદના (પા. નં. ૬૩) -
શ્રી જૈન શ્વે. મૂ. સંઘ, દાહોદ.
(૪૦૯ )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org