Book Title: Jain Patra Sahitya Part 02
Author(s): Kavin Shah
Publisher: Kusum K Shah Bilimora

View full book text
Previous | Next

Page 427
________________ જ લયલીન રહેવું જોઈએ. ખરેખરૂં ભાવ ઔષધ એ જ છે. શરીર જ્યારે પોતાની જાત ઉપર જાય ત્યારે આત્માએ પોતાની જાતનો પણ શરીરને અનુભવ કરાવવો જોઈએ. આ વાત તમને સમજાવવી પડે તેમ નથી. માત્ર તેમને તેમની સમજનો ઉપયોગ રાખવાનું યાદ કરાવવું જરૂરી છે. આ યાદ કરવાનું સૂચન કરવા પૂર્વક અનુવંદના જણાવવા સાથે તેમને સુખશાતા પૂછશો. (પા. નં. ૪૧) અનુવંદનાદિ... સ્વાધ્યાયમાં એવો રસ કેળવો શરીરને પણ ભૂલી જવાય. એવી દશા જ આ જન્મને સફળ બનાવી પરલોક સુધારી પરમપદ વહેલું પમાય એવી સુંદર શક્તિ પમાડશે. એવી શક્તિ તમે પામો અને સાથીઓને પમાડો એ જ એકની એક સદાની શુભાભિલાષા. (પા. નં. ૪૪) અનુવંદનાદિ.. શરીર કષ્ટ એ આત્માને લાભદાયી છે. આ વાત ધ્યાનમાં રાખી સુંદર જીવન એવું જીવો કે જેથી આ જન્મ અજન્માવસ્થામાં પરિણમે એ સિવાય શાશ્વત શાન્તિ મળવાની નથી. માટે ખૂબ સાવચેતીભર્યું જીવન જીવો એ જ એકની એક શુભાભિલાષા. (પા. નં. ૪૬) શ્રી જૈન શ્વે. મૂ. સંઘ, દાહોદ. (૪૧૪) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444