________________
કોઈપણ પ્રકારે સંબંધ નથી માટે શરીરના દર્દીથી જરાય ગભરાવું નહિ. શરીર એ પર વસ્તુ છે અને પર વસ્તુના નાશથી કે કરમાવાથી સ્વચીજને નુકશાન પહોંચાડવું નહિ. ચારિત્રની આરાધનામાં ખૂબ આગળ વધવું. માનવજન્મ નિષ્ફળ ન જાય તેવો સ્વાધ્યાય કાયમ રાખીને જીવનને જ્યોતિર્મય બનાવવું. અંધારામાં ઘણાં કુટાયા. હવે પ્રભુ મહાવીરની એક અણમોલી મીઠી મહેર કહેરને શમાવવાનો રસ્તો બનાવ્યો છે તે પણ આ માનવ જ પુરો પાળી શકે છે માટે તે જ રસ્તે ચાલી કર્મને ખપાવી જીવનને અજવાળી મુક્તિ મંદીરીયે જલ્દી પહુંચો.
મંગલાશ્રીજીને જણાવજો કે તમો જરા પણ ગભરાશો નહિ. કર્મનો હુમલો જેમ જેમ ભારે થશે તેમ તેમ આપણો ભાર ઓછો થશે, આત્મા લઇ બનશે અને મુક્તિ તરફ જલ્દી ગમન કરશે માટે અંતરમાં ખૂબ ખુશ થવું કે મારા ઉપર મોહથી બંધાયેલાં કર્મો જેમ જેમ રોગનું સ્વરૂપ ધારણ કરે છે તેમ તેમ એ મારા કર્મો દૂરને દૂર પલાયમાન થાય છે. દુર્જનનો સ્વભાવ હોય છે કે એ જાય તો પણ લપડાક મારતો જાય તેમ આ અવસ્થામાં તમો જે અસાતા ભોગવી રહ્યા હવે તે સાચી રીતિએ અશાતા નથી પણ તમારી ધર્મભાવનાથી ગભરાઈને તે કર્મોએ રોગનું રૂપ ધારણ કર્યું છે. અને નાસભાગ કરી રહ્યા છો માટે ખૂબ ધર્મભાવનામાં મજબૂત બનવું, મુંઝાવું નહિં.
(૧૧) આત્મભાવનાના ભાવ સારા વિચારોમાં વૃદ્ધિ માણસો, પરની વાતને પોતાના જીવન તરફ ન તાણસો અને જેવા તેવા સંયોગોને પણ નિર્જરાનું કારણ બનાવી આનંદ આપનાર માણસો ત્યારે આત્મા - જાગૃતિમાં છે એમ જાણશો અને આત્માની જાગૃતિ જ ખરી જાગૃતિ
ક શ્રી જૈન . મૂ. સંઘ, દાહોદ. કવિ
ટ
૪૨૫)
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org