________________
છે માટે તેની ભાવના ભુલશો તો ચોરાસી લાખમાં ફરશો. માટે તે ભાવનાને ભૂલશો નહિ. શરીરનો નાશ અવશ્યમેવ છે શરીરને ઈચ્છાએ કે અનિચ્છાએ પણ છોડવાનું છે જો એ આપોઆપ છૂટી જતું હોય તો આત્મસાધનામાં લીન બનેલા આત્માઓને કશી જ અસ૨ નીપજાવી શકતું નથી. દેહ અને શરીરના સંબંધને લીધે જ જેને શરીર ઉપર રાગ હોય તેને જ રાગ જાય તો પણ જે આત્માએ, પરમેષ્ઠિમંત્રના સ્મરણમાં અને શરણમાં રહ્યાં છે તેને કશું જ થતું નથી. એ તો એમજ ચાહે કે હું તો શુદ્ધ નિર્મળ છું, સિદ્ધ સ્વરૂપ છું મને પીડા કેવી? છેલ્લી ઘડીએ જ જ્યારે આપણે સ્થિર રહી શકીએ ત્યારે જ સમજાય કે જીંદગીની આરાધનાનું બળ મને મળ્યું છે. અરિહંતના જાપને ખૂબ વધારો: જેમ જેમ રોગ વધતો જાય તેમ તેમ આપણી સમાધિ વધારતા રહેવું. કોઈપણ પ્રત્યે મમભાવ રાખ્યા સિવાય અરિહંતના જાપનું મમત્વ ખૂબ વધારી દેવું જોઈએ.
(૧૨)
આ જગતમાં જે જન્મ્યા છે તે એક દી જરૂર જવાના છે. પ્રભુ મહાવીર જેવા પણ ચાલ્યા ગયા. આર્યા ચન્દના જેવી મહાસાધ્વીઓ પણ ચાલી ગઈ. આમ આપણે પણ જવાનું છે. લોગમાં જ્યેષ્ઠા એવી બ્રાહ્મી-સુંદરી આદિ પણ મહાન આર્યાઓ કાલ પામી તો શેષ આર્યાઓ માટે કહેવું જ શું? આપણે જે આત્માઓ દૃઢ ચારિત્રમાં હાલ પામ્યા છે, તેમનો શોક કરવો જોઈએ નહિ, પણ જેમણે સુંદર રીતે ચારિત્રની આરાધના કરી છે તેમનો શોક કરવો જોઈએ નહિં. આપણે આપણા સ્વાર્થને બાજુએ મુકવો જોઈએ. હવે બધાના સંયમની ચિંતા તમારે કરવાની રહે છે. બધાને મજબૂત બનાવવાનું તમારા શીરે છે, એટલે તમારે ખૂબ મક્કમ બનવાનું છે, જ્યારે એવા
શ્રી જૈન શ્વે. મૂ. સંઘ, દાહોદ.
૪૨૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org