________________
સંયમ, સાધના, તપ અને વિનય વૈયાવચ્ચની આરાધનામાં
સહેજ પણ સ્ખલના ન થાય એવી સાવચેતીથી જીવો એ જ એકની એક અને સદાની મન:કામના.
(પા. નં. ૩૨)
સંદર્ભ : સમાધિ પ્રેરક પત્રો
સંપાદક : સાધ્વીજી શ્રી આર્યયશાશ્રીજી - રાધનપુર.
૨૬. ગુરૂદેવની હિતશિક્ષા
પૂ. આ. શ્રી લબ્ધિસૂરિના શિષ્યરત્ન પૂ. આ. શ્રી વિક્રમસૂરીએ પોતાના સમુદાયનાં વડીલ-સાધ્વીજી શ્રી જયાશ્રીજી, વિમળાશ્રીજી આદિઠાણાને ઉદ્દેશીને હિતશિક્ષારૂપ વચનો, વયને કારણે શારીરિક શિથિલતામાં પણ આત્માનો વિચા૨, માંદગીએ કર્મ નિર્જરાનો શુભ અવસ૨ છે અને દેહાધ્યાસ છોડી આત્માભિમુખ થવા વિશેના વિચારો પ્રગટ થયા છે. આ અંગેના અપ્રગટ પત્રો અત્રે પ્રગટ કરવામાં આવ્યા છે.
પ. પૂ. આ. શ્રી લબ્ધિસૂરિના શિષ્યરત્ન વિક્રમસૂરિજીના કેટલાક પત્રો વિદુષી સાધ્વીજી જયાશ્રીજી અને વિમળાશ્રીજીને ઉદ્દેશીને લખાયેલા. તે પૂ. સા. વિમળાશ્રીજી પાસેથી મેળવીને આ અપ્રગટ પત્રો પ્રગટ કરવામાં આવ્યા છે. આ પત્રોમાં કોઈ તારીખ કે સ્થળનો ઉલ્લેખ નથી પણ પૂ. સા. શ્રીજે હિતશિક્ષારૂપે તથા પ્રસંગોચિત પત્રો અન્ય સાધુ પાસે લખાવ્યા હતા તેને ગોઠવીને જૈન પત્ર સાહિત્યમાં સ્થાન આપવામાં આવ્યું છે. સંયમ જીવનને પુષ્ટિ મળે કર્મોદયથી અશાતા-વેદના ભોગવવી પડે પુદ્ગલની આસક્તિ ન રાખવી. વગેરે વિચારો પ્રગટ થયા છે.
શ્રી જૈન શ્વે. મૂ. સંઘ, દાહોદ.
૪૧૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org