________________
'બા,
ક શ્રી મંગળાશ્રીજી તથા વિદુષી સાધ્વીશ્રી જયાશ્રીજી આદિ.
અનુવંદન સહ જણાવવાનું કે તમારો પત્ર મળ્યો. અષ્ટક વાંચ્યું. ઘણું સરસ બન્યું છે. આજ્ઞાકારિપણામાં શક્તિઓ ખીલી જાય છે. તેનું જ્વલંત ઉદાહરણ છે. આવો થોડો થોડો પ્રયત્ન કરતા રહેવાથી શક્તિઓને બહારની હવા મળે જેથી તે પોતાનું સ્વરૂપ બતાવી શકે.
અમો બધા પૂ.ગુરૂદેવની અદશ્ય કૃપાથી સુખશાતામાં છીએ.
તમો બધા સુખશાતામાં હશો. મંગળાશ્રીજીની સમાધિ ટકાવવી અને તમારું કામ છે એમને કાનની વેદના હવે ઓછી થઈ હશે? હવે એમણે પોતે જ પોતાની સમાધિ ટકાવવા પ્રયત્ન કરવો જોઈએ અને એમાં ખાસ પ્રયત્ન નવકાર મંત્રનો જાપ આખો ન થાય તો “અરિહંત' આટલા પદનો જાપ ખૂબ સારી રીતે ચાલુ રાખવો. આત્મા કહે છે કે મારે હવે આ શરીર જુનું થઈ ગયું છે. હવે તો કોઈ એવા નવા શરીરનો અધિષ્ઠાયક બનવું છે કે જે મારા કહ્યામાં રહે અને મારી સાધનામાં સહાયક બને હવે નકામાં થયેલા આ દેહનું મમત્વ મરી ગયું છે એટલે આ દેહનું જે થવાનું હોય તે થાય મારે તો હવે નવ થનારું શરીર સુંદર બને એ માટે “અરિહંત' સિવાય કોઈને યાદ કરવા નથી જવાના નથી મારો ખોરાક. તો “અરિહંત' મારું જલપાન તોય “અરિહંત' મારે બોલવાનું તો પણ અરિહંત મારા શ્વાસોશ્વાસ તે પણ અરિહંત મારી ભૂજા તો પણ અરિહંત મારો આત્મા અરિહંત બની ગયેલો જોઈએ. મારા આત્માના, શરીરના કે શરીર દ્વારા સંબંધી બનેલા સહુને
અરિહંતની જ ધૂન સંભળાય એવું બનવું છું. “કિસકે ચેલે કિસકે પૂત” : બસ એક આત્માને જ સબૂત કરી લેવો જોઈએ.
શ્રી જૈન શ્વે. મૂ. સંઘ, દાહોદ.
૪૧૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org