________________
- અનાદિની જીવનની રખડપટ્ટી મુક્ત બની જાય.
| વિનય ભક્તિ આદિ અપ્રમતપણે કરવા સાવધાન રહેવું. વડીલો તમારા માથે છે જે તેમની દોરવણી મુજબ સંયમ જીવનનું ઘડતર કરવા ઉજમાળ બનવું. કોઈની અવળી સલાહ માનવી કે સાંભળવી નહિ. સંયમ જીવનમાં સ્વચ્છંદતા ન આવી જાય તે માટે સાવધ રહેવું. બાકી ઘણી આળ-પંપાળ કરી આત્મ કલ્યાણનું લક્ષ્ય ચુકવું નહિ એ જ સંયમની આરાધનામાં જ મસ્ત રહેવું.
દ. જયાશ્રીની અનુવંદના. (પા. નં. ૬૬)
(૬).
સમાધિ વિનયાદિ ગુણોપેતા
આદિઠાણા યોગ્ય અનુવંદના સુખશાતા પૂર્વક જણાવવાનું કે સાધ્વી શ્રી - ને એક્સીડન્ટ થયાના સમાચાર જણાવતો તમારો પત્ર મળ્યો. સમાચાર જાણી દુઃખ થવું સહજ છે. તથાપિ બચી ગયા તેનો આનંદ. હવે તો ઘણી જ સાવધગીરીથી ચાલવું રહ્યું છતાંય આપણો પણ એ નિમિત્તે અશાતાનો ઉદય તીવ્ર આવ્યો હોય તો જ આ પરિસ્થિતિ ઊભી થાય. માટે સાધ્વીશ્રીને ખૂબ જ સમાધિ આપશો. આપણા કર્મના ઉદય સિવાય કોઈ જ અશુભ કરવા સમર્થ નથી. માટે ખૂબ જ શાંતિ આપશો અને આપણા પૂર્વ મહર્ષિઓએ કેવા જીવલેણ ઉપસર્ગો સહન કર્યા છે તેમજ કર્મક્ષય માટે કર્મોની ઉદીરણા કરીને પણ કર્મો ખપાવ્યા છે. માટે કર્મક્ષયના અવસર સમયે ખૂબ જ સુંદર ભાવનાથી આત્માને ભાવિત બનાવી ઉર્ધ્વગત અશુભ કર્મો જ 5 શ્રી જૈન જે. મૂ. સંઘ, દાહોદ.
એક
(૪૦૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org