________________
જ મળી. ઉપવાસાધિક તપથી શાંતિ ન મળી. પરનિંદા આત્મપ્રશંસાથી દૂર
રહેવા છતાં શાંતિનો અંકુર ફૂટ્યો નહીં. ભોજન ત્યાગથી પણ શાંતિ પ્રાપ્ત ન થઈ માટે મેંપૂર્ણ નિશ્ચય કર્યો છે કે રાગાદિ દોષો દૂર કર્યા વગર શાંતિ થવાની જ નથી. માટે મારા જીવનની બધી પ્રવૃત્તિઓ રાગાદિ દિોષોને નિર્મૂળ કરવામાં જ કાર્યરત બનાવી છે, અને તે જ શાંતિનો સાચો માર્ગ છે. વાણીની માયાજાળથી લખવામાં કોઈ લાભ નથી.
ગણેશપ્રસાદ વર્મી.
(૨) શ્રીયુત વર્ણજી – યોગ્ય ઈચ્છાકાર. પત્ર મળ્યો છે. હું તમોને વારંવાર યાદ કરું છું પણ ચોક્કસ સરનામું ન મળવાથી પત્ર લખી શકાયો નથી. આપના જેવા ધર્માત્માઓ અને પાર્શ્વનાથ ભગવાનની કૃપાથી વિહાર સુખરૂપ થયો છે. વિહારમાં મનના ભાવ પણ ઉત્તમ રહ્યા છે. માર્ગમાં અપૂર્વ શાંતિનો અનુભવ થયો છે. કાંટા વગેરેની પીડા પણ થઈ નથી અને મનની આંતરિક પરિણતિ પણ ઉત્તમ પ્રકારની રહી છે. કોઈવાર વિહારમાં એક દિવસના ૧૯ માઈલ ચાલવું પડ્યું છે. આ વિહારમાં તમે અને બાલાજી સાથે હોત તો કેવો આનંદ થતો? તમે મોક્ષમાર્ગ પ્રકાશ, સમાધિશતક અને સમયસારનો સ્વાધ્યાય કરો અને વધુ પડતાં ત્યાગના વિકલ્પમાં પડશો નહિં. માત્ર ક્ષમાદિ પરિણામથી જ આત્માનું હિત થવાનું છે. કાયાની કોઈ ગણતરી કરવાની નથી. તમે જાતે જ કૃશ (સુકાઈ જવું) થઈ રહ્યા છો પછી કાયાનો પ્રશ્ન જ
નથી રહેતો. ભોજન (આહાર) પણ ક્રમશઃ ઓછો થતો ગયો છે. - જે કારણો સમાધિ માટે બાધક છે તે સ્વાભાવિક રીતે દૂર થતાં જાય છે
શ્રી આત્મકમલ લબ્ધિ જ્ઞાનમંદિર, દાદર, મુંબઈ,
૩૯૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org