________________
' વધતી દશાનો અનુભવ અવશ્ય થાય છે. લક્ષરૂપ આત્મા-ધ્યાનરૂપ સપુરૂષ અને શ્રવણ કરવા યોગ્ય એકમાત્ર જ્ઞાનીની વાણીને ફરી ફરી આરાધતાં અનુભવની વધતી દશા પામે છે. લક્ષ પ્રતીતિ ક્યારેય ચુકતો નથી તેમ ફલિત થાય છે. શું આ કાળને વિષે આશ્ચર્ય નથી?
મોક્ષદાતા સપુરૂષની જ આ બલિહારી છે. કરૂણા છે, કૃપા છે. સતત જાગૃતિ આપી સૂક્ષ્મપણે શું જ્ઞાની તેને પકડી રાખતા હોય તેમ લાગે છે.
એકવખત જ્ઞાનથી ઝલાયો તે કેમ કરી પડે? મોક્ષ પર્વતના હામી-માર્ગ પ્રકાશજ્ઞાનીની બલિહારી ઓર છે. તેમના આશ્રયે આવ્યો તેનો ઉદ્ધાર જ્ઞાની શિરે છે. મોક્ષે જવું ન હોય તો આશ્રિત થઈશ જ નહિ. મોક્ષે જવું હોય તો તેમને છોડીશ નહીં. સર્વ પ્રકારે તેમના શિરે પડી, પગે પડી, ગમે તેમ કરી તેની કૃપા પ્રાપ્ત કરી લે. જ્ઞાનીની અને દાદાભગવાનની કૃપા તારી પ્રગતિ પુરૂષાર્થ ઉપર છે. તારી જેટલી વધતી દશા એટલા જ્ઞાની ખુશ થશે. તારો જેટલો પ્રબળ આત્મ ઉપયોગ સ્થિરતા તેટલા જ્ઞાની વધારે કૃપાવંત થશે. બાકી જેનું સર્વ પ્રકારે ભિખારીપણું ગયું છે તે બીજા કોઈ પ્રયત્નથી કૃપાવંત બની શકે તેમ નથી એવું લાગે છે. જ્ઞાનીની આજ્ઞાનો દ્રઢ નિશ્ચયી આરાધક જ્ઞાની પ્રિય હોય છે. તે જોઈ જ્ઞાની હરખાય છે.
આત્મહેતુ- આત્મહિતાર્થ થતી આત્મસહાયકદરેક પ્રવૃત્તિમાં, જ્ઞાની સહજ પણે કૃપાવંત હોય છે. કર્મ સહાયક પ્રવૃત્તિમાં જ્ઞાની વીતરાગ છે. પછી તે મહાત્માઓથી હોય કે અન્યથી હોય.
સંદર્ભ : પત્ર નિશ્ચય લેખક : ચંદ્રકાંત પટેલ - શ્રી દાદા ભગવાન ટ્રસ્ટ, મુંબઈ.
POST,
શ્રી આત્મકમલ લબ્ધિ જ્ઞાનમંદિર, દાદર, મુંબઈ. રર
૪૦૨ )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org