________________
સાધ્વીજી જયાશ્રીજી મ.સા. કે જેઓ પરિવાર માટે માતૃહૃદયી છે કહી શકાય. તેઓના હિતશિક્ષા પત્રોનો આ સંગ્રહ માત્ર તેઓના પરિવાર માટે જ નહિ અન્ય સાધ્વીગણ માટે પણ સાધના આરાધનામાં પ્રેરક બનવા સક્ષમ છે.
નૂતન વર્ષની આધ્યાત્મિક શુભેચ્છા, નૂતનદીક્ષિત, સમર્પણ, સંયમ, વિનય, ગુર્વાજ્ઞા, અભ્યાસ, તપ, સમાધિ, મુમુક્ષુ અને સંયમ જીવનને અનુરૂપ વિષયોના પત્રો હિતશિક્ષારૂપે લખાયા છે. આ પુસ્તકમાં ૭૦ જેટલાં પત્રો છે અને પૂ. સા. શ્રીના હસ્તાક્ષરમાં પણ પત્રો પ્રગટ કરવામાં આવ્યા છે.
જૈન પત્ર સાહિત્યના વિકાસમાં સાધુઓનું પ્રદાન હોય તે તો સ્વાભાવિક છે પણ પૂ. વડીલ વિદુષી સાધ્વીજી જયાશ્રીજીના પત્રો એ જૈન પત્ર સાહિત્યની શોભામાં અભિવૃદ્ધિ કરે છે.
અત્રે નમૂનારૂપે કેટલાક પત્રો પ્રગટ કરવામાં આવ્યા છે. સંયમસ્વી મરતી વખતે દીક્ષા દાતા ગુરૂ પરંપરાગત સિંહ-શિયાળના દૃષ્ટાંતવાળી હિતશિક્ષા સંભળાવે છે. ત્યારપછી ગુરૂની નિશ્રામાં સંયમ પાલન માટે હિતશિક્ષા જરૂરી છે તેવી ઉત્તમોત્તમ હિત શિક્ષાનો સંચય આ પત્રોમાં છે. કેટલાક પત્રોમાં વિષય નિર્દેશ થયેલો છે તો બીજામાં વિષય નથી પણ સંયમને પોષક હિતશિક્ષાના વિચારોવાળા પત્રો છે. આ પત્રોમાં ઔપચારિક વિગતો અનુવંદના-સુખશાતાઅનુમોદના વગેરે છે ત્યારપછી હિતશિક્ષારૂપે પ્રેરક વિચારો પ્રસંગોચિત્ત સ્થાન પામ્યા છે.
-
શ્રી જૈન શ્વે. મૂ. સંઘ, દાહોદ.
-
४०४
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org