________________
૨૪. સાધના પ્રેરક પત્રો સુવિશાળ ગચ્છાધિપતિ આચાર્યવિજય રામચંદ્ર સૂરીશ્વરજીનાં આજ્ઞાવર્તી પ. પૂ. સાધ્વીજી જયાશ્રીજીએ પોતાના શિષ્યાઓને પ્રસંગોચિત સંયમની વિશુદ્ધ સાધના માટે પ્રેરક પત્રો લખીને સંયમયાત્રા આદર્શ દૃષ્ટાંતરૂપ બને તેવી અનુકરણીય અને અનુમોદનીય બનાવી હતી. તે પત્રોનો સંચય સાધના પ્રેરક પત્રો નામથી સં. ૨૦૧૩માં પ્રગટ થયેલ છે. એક તરફ જીવનની વસંત પુરબહારમાં ખીલી હતી ત્યારે તેથી અધિક હરિયાળી અને આધ્યાત્મિક વસંતની ચેતન્ય શક્તિના પ્રભાવથી ૨૧ વર્ષની યુવાન વયે જાસુદબહેને ભાગવતી પ્રવજ્યા અંગીકાર કરી અને જાસુદબહેને જયાશ્રીજી સાધ્વીજી નામથી આધ્યાત્મિક જીવન માર્ગે રત્નત્રયીનાં આરાધક બન્યાં. ૬૯ વર્ષનો દીર્ધ દીક્ષાપર્યાય અને શિષ્યા પ્રશિષ્યા પરિવારને ગુરૂણી તરીકે પૂ. સાધ્વીજીએ પ્રેરક પત્રો લખ્યા હતા. તે પત્રો સર્વ કોઈ સાધ્વી પરિવારને સંયમયાત્રા સફળ બનાવવા માટે માર્ગદર્શક છે.
આ પુસ્તકની પ્રસ્તાવનામાં જણાવ્યું છે કે સાધ્વી જીવનમાં સાધના ક્ષેત્રે આગળ વધવા માટે માર્ગદર્શક મશાલ બની શકે એવા પ્રાપ્ય હિતશિક્ષા પત્રોની આ પુસ્તિકામાં સંગ્રહ કરવાનો સંપાદક પ્રયત્ન કર્યો છે, તે વર્તમાન સંદર્ભમાં ખરેખર આવકાર્ય છે. ઉત્તમ જીવન જીવનારા આત્માઓ આ જગતમાંથી જતાં જતાં આરાધનાનો અણમોલ ખજાનો સાથે લેતાં જાય છે તેમ આરાધક આશ્રિતોને પોતાના આદર્શ જીવન દ્વારા આરાધનાનું અખૂટ ભાથું પણ આપતા જાય છે.
5
શ્રી જૈન શ્વે. મૂ. સંઘ, દાહોદ.
(૪૦૩)
(૪૦૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org