________________
5 સુધી દઢ પરિણામ દ્વારા શુદ્ર બાધાઓ પ્રત્યે ધ્યાન આપશો નહિ. આ
અવસર સંસારનો ઘાત કરવાનો છે. અશાતાના ઉદયમાં મહર્ષિઓ ઘોર તપ આચરે છે અને કલ્પનામાં ન આવે તેવું શરીર કુશ બનાવે છે અને પૂર્વ શરીરનું જે સૌંદર્ય હતું તેનો કાંઈ ખ્યાલ પણ આવતો નથી. પણ આત્મા દિવ્ય શક્તિથી અલંકૃત બને છે. આપશ્રીનું ધન્ય ભાગ્ય છે કે નિગ્રંથ નહિ હોવા છતાં કર્મોનો ભાર હળવો થઈ રહ્યો છે. કર્મો સ્વયં ઉદયમાં આવીને પૂર્ણ થઈ રહ્યાં છે. તમારી આવી સુંદર સ્થિતિનું શબ્દોમાં વર્ણન કરી શકતો નથી પણ મને અત્યંત હર્ષ થાય છે. કર્મોનો બોજ લઘુ થઈ રહ્યો છે તો તમારી સુખદ સ્થિતિ તો તમે જણાવો છો. શાંતિનું મૂળ કારણ શાતા કે અશાતા નથી પણ સમતા ભાવ છે. હવે તો તમારા માટે બ્રહ્માનુભવ એ જ પરમાવધિ લાગે છે. કેટલાક માનવીઓ ક્રમિક રીતે અન્નાદિનો ત્યાગ કરીને સમાધિ મરણનો પ્રયત્ન કરે છે. તમારા પુણ્યોદયથી આહારાદિ સ્વયં છુટી ગયા છે અને બાહ્ય પદાર્થો દ્વારા દુઃખદાયક સ્થિતિ થાય તે પણ રહી નથી.
હે ભાઈ ! તમે લેશ માત્ર કલેશ કરશો નહિ, જે કર્મો પૂર્વોપાર્જિત છે તે આવી પરિણતિથી નાશ પામીને આત્માને લઘુ બનાવે છે એનાથી વધુ આનંદનો બીજો ક્યો અવસર હોય?
મને સાચા હૃદયથી પશ્ચાતાપ થાય છે કે હે બંધુ હું આ અવસ્થામાં તમારી વૈયાવચ્ચ કરવા માટે સમર્થ બની શક્યો નથી.
આ. શુ. ચિ. ગણેશપ્રસાદ વર્ણ
માઘ વદ ૧૪, સંવત ૧૯૯૪ સંદર્ભ સમાધિમરણ પત્ર પુંજ લેખક : ગણેશપ્રસાદ વર્મી - સંપાદક : કસ્તુરચંદ્ર નાયક, જયપુર.
ર૩. પત્ર નિશ્ચય
શ્રી આત્મકમલ લબ્ધિ જ્ઞાનમંદિર, દાદર, મુંબઈ.
૩૯૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org