________________
પૂ. દાદા ભગવાનના અક્રમ વિજ્ઞાનના સિદ્ધાંતોના પૂર્ણ જ્ઞાતા વરુ અને સાધક શ્રી ચંદ્રકાંત પટેલ મહાત્મા તરીકે વંદનીય-પૂજનીય વિભૂતિ માનવામાં આવે છે. શ્રી ચંદ્રકાંત પટેલ અક્રમવિજ્ઞાની દાદાશ્રી અંબાલાલ મુળજીભાઈ પટેલના ભત્રીજા છે. આ એમની વ્યવહારની ઓળખાણ છે પણ સાચી ઓળખાણ તો ‘મહાત્મા’ તરીકેની અક્રમ વિજ્ઞાનની વિચારધારાને જીવનમાં ચરિતાર્થ કરી હતી તેનું મૂલ્ય ઉચ્ચ કોટિનું છે. - શ્રી ચંદ્રકાંતભાઈએ પૂ. દાદાશ્રીને ઈ.સ. ૧૯૬૨માં અક્રમ વિજ્ઞાન અંગે પ્રશ્નો કર્યા હતા તે પત્ર રૂપે જગત સમક્ષ જાહેર કરવામાં આવ્યા છે. આ પત્રોનું વસ્તુ દાદા ભગવાનના અક્રમ વિજ્ઞાનને સ્પર્શે છે.
પત્રનિશ્ચયમાં કુલ ૨૯ પત્રો છે. “પત્ર નિશ્ચય' શીર્ષકમાં નિશ્ચય' શબ્દ હેતુપૂર્ણ છે. અક્રમ વિજ્ઞાનના ઉપાસક મહાત્મા ચંદ્રકાંત પટેલે વિચારોને જીવનમાં આત્મસાત કર્યા છે અને તે દ્રષ્ટિએ એમના પત્રોમાં નિશ્ચયથી તે માન્યતા રહેલી એમ ફલિત થાય છે.
જ્યાં સુધી વિચારોની સ્થિરતા થાય નહિ અને સંકલ્પ વિકલ્પની દ્વિધાજનક પરિસ્થિતિમાંથી જીવાત્મા બહાર નીકળે નહિ ત્યાં સુધી આત્માની ઓળખાણ દૂર-સુદૂર છે. ગમે તેટલાં શુભ નિમિત્તા પ્રાપ્ત થવા છતાં આવી સ્થિતિ સર્જાય છે એટલે “સ્થિરતા” મક્કમતા – સંકલ્પ શક્તિ જેવા ગુણોનો વિકાસ થાય તો જ આત્મસ્વરૂપ દર્શન સહજ સાધ્ય બને છે. ચંદ્રકાંતભાઈના પત્રોમાંથી સારભૂત વિચાર એ છે કે અક્રમ વિજ્ઞાનની વિચારધારાને દઢ મનથી સ્વીકારીને અનુસરણ કરવું જોઈએ.
આ અંગેના કેટલાક પત્રો અત્રે પ્રગટ કરવામાં આવ્યા છે.
શ્રી આત્મકમલ લબ્ધિ જ્ઞાનમંદિર, દાદર, મુંબઈ.
૩૯૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org