________________
નૌકાસમાન પાર ઉતારે છે. (ભવભ્રમણ). જે ભવ્ય પ્રાણીઓએ જિનાગમ-નૌકાનો આશ્રય લીધો છે તેઓ અવશ્ય એક દિવસ ભવસમુદ્રથી તરી જશે. તમોએ મોક્ષમાર્ગ પુસ્તકની બે નકલ મોકલાવી છે. તેનાથી અત્યંત હર્ષ થયો છે. ભાગ્યે જ એવી કોઈ વ્યક્તિ હોય કે તેનો અસ્વીકાર કરે. તીવ્ર કષાયનાં ઉદયવાળા વ્યક્તિ અસ્વીકાર કરે. પ્રતિદિન હું ચિંતન કરું છું કે એવો ધન્ય દિવસ ક્યારે આવે કે મોક્ષને માટે પાત્ર બનું. (યોગ્યતા) હાલ મોક્ષ માટેની મારી પાત્રતા નથી. ક્ષુલ્લક વાતોને માટે કલ્પનાઓ કરીને આપણે દુઃખી થઈએ છીએ.
હે ભાઈ સાહેબ, તમારું અને મારૂં મુખ્ય કર્તવ્ય તો રાગાદિને દૂર કરવાનું જ છે. આગમનું જ્ઞાન અને તેના પ્રત્યેની શ્રદ્ધા વગર મોક્ષ માર્ગની સિદ્ધિ થતી નથી. ધર્મ પુરૂષાર્થનો સાર રાગાદિ દોષોથી મુક્ત થવાનો છે. રાગાદિ દોષોનું આત્મામાં અસ્તિત્વ જ ન રહે એવા પ્રયત્નો કરવા જોઈએ. જ્ઞાનથી વસ્તુનો પરિચય થાય છે. અજ્ઞાનની સંપૂર્ણ નિવૃત્તિ જ્ઞાનનું ફળ છે. જ્ઞાનનું ફળ ઉપેક્ષા નથી. જ્ઞાનની સાથે ચારિત્રનો સંબંધ છે. આજીવન મોક્ષમાર્ગ વિશેનું જ્ઞાન સંપાદન કર્યું. હવે એવો સમય આવ્યો છે કે તેનો ઉપયોગ કરો. આજકાલ ચરણાનુયોગ દ્વારા ત્યાગની પ્રવૃત્તિ થાય છે. ચરણાનુયોગનું સાચું કાર્ય રાગાદિ દોષોનો નાશ કરવાનું છે. બાહ્ય વસ્તુના સંબંધથી મનભયભીત રહે છે. હું કોઈના સમાગમ (મળવું) ની ઈચ્છા રાખતો નથી. હવે મમત્ત્વભાવ (પૌદ્ગલિકમમતા) દૂર કરો એ જ સંસા૨થી પાર ઉતરવાનો માર્ગ છે. જેમ જેમ મમતા દૂર થતી જશે તેમ તેમ આત્મા શુદ્ધ થશે.
દાનથી સુખ મળશે માટે રૂા. ૬૦૦૦/-નું દાન કર્યુ પણ શાંતિ ન
Jain Education International
શ્રી આત્મકમલ લબ્ધિ જ્ઞાનમંદિર, દાદર, મુંબઈ.
૩૯૫
For Private & Personal Use Only
www.jainelibrary.org