________________
૨૦. સંત શિષ્ય પત્ર સુધા જૈન પત્ર સાહિત્યના વિકાસમાં પૂ. નાનચંદજી સ્વામીનું પ્રદાન અતિ મૂલ્યવાન છે. પૂ. શ્રીના પત્રોના વિષયો સર્વતોમુખી પ્રતિભાના વિકાસની સાથે આત્મસિદ્ધિમાં પણ અનન્ય પ્રેરક વિચારો દર્શાવે છે. તેમાં પરંપરાગત વિચારોની સાથે આત્માના ઉદ્ધાર માટે કેટલાક અનુભવ સિદ્ધ ક્રાંતિકારી વિચારો પ્રગટ કર્યા છે.
આ પુસ્તકની પ્રસ્તાવનામાંથી પત્રો વિશે કેટલીક જાણવા જેવી માહિતી ઉપલબ્ધ થાય છે. આ પત્રો પ્રજા સમક્ષ પુસ્તકરૂપે મુકવામાં આવ્યા છે. તેમાં રહેલા વિચારો નવી પેઢીને જીવનઘડતરમાં માર્ગદર્શક બને તેવી અપૂર્વ શક્તિ સંપન્ન છે.
પૂ. નાનચંદજી સ્વામીએ જૈન-જૈનત્તર ભક્તોને પત્રો લખ્યા હતા તે એકત્ર કરીને પ્રકાશન કરવામાં આવ્યા છે. આ પત્રો સાધ્વીજી દમયંતીજી, હેમકુંવરબાઈ મહાસતીજી, ઉદ્યોગપતિ શ્રી ગુણવંતલાલ ટી. કામદાર, વનમાળીદાસ ગુલાબચંદ તુરખીયા વગેરેને ઉદ્દેશીને લખાયા હતા. તે. પૂ. સા. શ્રી દમયંતીશ્રીજીએ સંકલન કરીને સંતશિષ્ય પત્ર સુધા નામથી સંપાદન કરવામાં આવ્યું છે. આ પુસ્તકની પહેલી અને બીજી આવૃત્તિમાં ૩૦૦ પત્રો હતા પણ ત્રીજી આવૃત્તિમાં બીજા કેટલાક પત્રો ઉમેરીને ૩૩૭ પત્રોનો સંચય થયો છે.
આ સંકલનની વિશેષતા એ છે કે તેમાં ૨૭ વિષયોને લગતાં પત્રો છે. પ્રત્યેક વિષયના આરંભમાં વિષય નિરૂપણને લગતી
ભૂમિકારૂપે ઉપોદ્યાત છે અને ત્યાર પછી પત્રો છે. અંતે ઉપસંહારમાં છે વિષયને અનુલક્ષીને મિતાક્ષરી ઉપસંહારનો સમાવેશ થયો છે. જૈન છે.
- શ્રી લખમશીભાઈ ઉજમશીભાઈ ગાલા, ગોરેગાંવ, મુંબઈ.
(૩૭૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org