________________
I
અનુભવ જ્ઞાન જ સમાધાન લાવે છે.
સંસાર એટલે અનેક ઉપાધિઓની પરંપરાનું મૂળ. એમાં બીજી આશા ન રખાય. જેટલું વાસનાનું રૂપાંતર, જેટલી આસુરી બળની મંદતા, જેટલી દિવ્ય પ્રભાવની હાજરી એટલે એટલી શાંતિ અને - સમાધિ રહે છે. પ્રતિકૂળ હુમલાનો સામનો કરવા વ્યવહારના વંટોળમાં પણ અડગતા, સ્થિરતા અનુભવવી એ સાચી સમજ અને શક્તિ ગણાય. પુસ્તકિયું અક્ષરજ્ઞાન ત્યાં કાળ નથી આવતું. અનુભવ જ્ઞાન જ તેનો ઉકેલ લાવે છે. ઈશ્વરના વિયોગ અને અનિષ્ટતા સંયોગ વખતે આસુરી સૈન્ય આર્તધ્યાનનો લેબાશ પહેરી ખડું થાય છે અને મુમુક્ષુ વર્ગને ક્ષોભિત કરી મુકે છે. એવે સમયે સાવધ રહેવું. પ્રસન્નતા, શ્રદ્ધા, અડગતા, સ્થિરતા જાળવી રાખવા પ્રભુની મદદ, સહારો લેવો એ એનો ઉપાય છે.
બધા પ્રકારની મુંઝવણો, પ્રતિકૂળતાઓ, વિપ્નો, નિરાશાઓ અને બેચેની વખતે પણ ઉપયોગપૂર્વક ભગવાનનું શરણ તેની પ્રાર્થના સર્વોત્તમ છે. એને સર્વભાવે સમર્પવામાં ઓર મઝા છે. પછી દુઃખો દુ:ખરૂપ રહેતાં નથી, વિપ્નો સ્વયં અલોપ થાય છે. દૃષ્ટિમાં સુધારો થાય છે. ત્યારે બધી ઉપાધિઓ શાંતિ થઈ જાય છે. દ. ભિક્ષુ
(૧૧) પ્રત્યેક કાર્યો આત્મલક્ષ પૂર્વકનાં થાય તો અબંધ યોગ રહે છે. પવિત્ર આર્યાજીઓ,
| શ્રી લખમશીભાઈ ઉજમશીભાઈ ગાલા, ગોરેગાંવ, મુંબઈ.
(૩૮૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org