________________
પાડે પણ આત્મા વિશેના કોઈ એક સનાતન સર્વમાન્ય સંશોધન કરી શકે તેવી કોઈ સ્થિતિ જોવા મળે તેમ નથી. અધ્યાત્મનો વિષય શાસ્ત્રો દ્વારા સ્વાનુભવ સિદ્ધ છે. એટલે સ્વયં અનુભૂતિ હોય ત્યાં અન્ય પુરાવા - દૃષ્ટાંતોનો પ્રશ્ન જ ઉભો થતો નથી.
શ્રી સોગાનીના પત્રોમાં ગુરૂદેવની અનન્ય કૃપા ગુરૂ શ્રી કહાનજીસ્વામી પ્રત્યેની સર્વસ્વ સમર્પણની ભાવના અને સ્વ-સ્વરૂપઆત્મામાં તલ્લીનતા રહેલી છે તેનો ઉલ્લેખ થયો છે. સંકલ્પવિકલ્પોથી નિવૃત્ત થઈને એક માત્ર આત્મ સ્વરૂપ દૃષ્ટા બન્યા છે. તેવી અનુભૂતિ પત્રો દ્વારા થાય છે.
પત્રો સંક્ષિપ્ત મુદ્દાસર અને સરળ છે પણ વિચારો ચિંતનમનન પ્રધાન છે એટલે અધ્યાત્મ વિષયક રસિક જિજ્ઞાસુઓને તેનાથી સહજાનંદની લબ્ધિ થાય તેમ છે. સામાન્ય વાચકને માટે તે માત્ર પત્ર રૂપે છે તેના વિચારો ગુરૂગામથી પામી શકે તેવી એમની પત્ર સૃષ્ટિ છે. નિહાલચંદજી સોગાનીના જીવનમાં પરિવર્તન આવ્યા પછી સાંસારિક પ્રવૃત્તિ હોવા છતાં આત્માર્થી બન્યા છે તેનો લાક્ષણિક પરિચય એમના પત્રો દ્વારા થાય છે. વ્યવહારથી સંસારી લાગે છે નિશ્ચયથી નિરંતર આત્માનો જ્ઞાન-દર્શન ગુણ છે. તેની અનુભૂતિમાં રમમાણ થયા છે એમ એમના પત્રોમાંથી નિષ્કર્ષ તારવી શકાય છે. કેટલાક પત્રો સોગાનીજીના શબ્દોમાં જ પ્રગટ કરવામાં આવ્યા છે.
(૧)
શ્રી સદ્ગુરૂદેવાય નમઃ
Jain Education International
શ્રી લખમશીભાઇ ઉજમશીભાઈ ગાલા, ગોરેગાંવ, મુંબઈ.
કલકત્તા. તા. ૨-૧-૬૪
૩૮૯
For Private & Personal Use Only
www.jainelibrary.org