________________
જ વિજય એ સ્મરણથી થશે. એટલો સંદેશો આપજો. શ્રીબેનને કહેશો કે તમારો પત્ર મળ્યો છે. વાંચી સંતોષ થયો છે. ત્યાં સર્વને પ્રભુ આ સ્મરણ કહેશો. દ. ભિક્ષુ
(૧૩)
સાયલા. તા. ૨૫-૪-૧૯૬૧ જેનું હૃદય ભદ્ર સરળ હોય, તે જ જલદી તરી જાય છે.
તમારો પત્ર મળ્યો. ભક્તિ નીતરતો પત્ર વાંચી હર્ષ થયો. તમે બધી બીના લક્ષમાં લીધી છે. તેથી સંતોષ થયો છે. ચોવીસ કલાકના જીવનચક્રમાં માત્ર એક જ કલાક પણ શાંતિ અને સ્થિરતાપૂર્વક પ્રભુ સ્મરણ, વાંચન, મનન, ચિંતનમાં ગાળતા રહેશો. એ ખૂબ જ ઉપકારી અને હિતકારી થશે.
મનને સ્થિર કરવા માટે ઉત્તમ પ્રકારનું વાંચન રાખવું. વાંચ્યા બાદ તેના પર વિચારવાનો વખત મળે ત્યારે તેનું ચર્વણ કરવું. ભાવ પ્રતિક્રમણ રોજ કરવું. જેનું હૃદય ભદ્ર હોય, સરળ, ઉદાર અને નમ્ર હોય તે આત્મા જલ્દી આત્મ વિકાસ, અંતરશુદ્ધિ કરી શકે છે. તમે એ દૃષ્ટિએ ભાગ્યવાન છો.
દ. ભિક્ષુ સંદર્ભ સંતશિષ્ય પત્ર સુધા સંપાદક : વિદુષી મહાસતી દમયંતીબાઈ – ભાવનગર.
૨૧. આધ્યાત્મિક પત્રો
શ્રી લખમશીભાઈ ઉજમશીભાઈ ગાલા, ગોરેગાંવ, મુંબઈ.
(૩૮૭)
૩૮૭
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org