________________
અજમેર નિવાસી નિહાલચંદ સોગાની ૩૨ વર્ષની વયે જીવનમાં કંટાળો અને નિરાશા વ્યાપી ગઈ એટલે જૈન ધર્મના ગ્રંથોનું અધ્યયન, ચિંતન અને મનન કરવામાં સમય વ્યતીત કર્યો તેમ છતાં સાચી શાંતિ પ્રાપ્ત થઈ નહોતી. આ સમય દરમ્યાન નેમીચંદ્રજી પાટનીએ શ્રીમદ્ કહાનજી સ્વામીના વચનામૃતનું પાન કરાવતું આત્મધર્મ પુસ્તક આપ્યું. પૂ. ગુરૂદેવટીના ચિત્રથી પ્રભાવિત થયા અને જેની શોધ કરતા હતા તે આત્મા વિશેનો દિવ્યપ્રકાશ પ્રગટ થવાના માર્ગે પ્રયાણ આદર્યું. પછી સોગાનીજી સંવત ૨૦૦૨માં સોનગઢ ગુરૂના આશ્રમમાં આવ્યા. ગુરૂકૃપાને એમની અમીદષ્ટિથી સોગાનીજી આત્માર્થી બની ગયા. તા. ૭-૬-૧૯૬૪ના રોજ સોગાનીજીનો કાળધર્મ થયો. ત્યારે પૂ. ગુરૂદેવ હૃદયના ઉગાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે,
અરે! આત્માર્થીએ મનુષ્ય જીવન સફળ કરી લીધું છે. તેઓ સ્વર્ગમાં ગયા છે અને નિકટભાવી છે.'
પત્ર લેખકનો સંક્ષિપ્ત પરિચય આધ્યાત્મિક પત્રોના સંદર્ભમાં આપવામાં આવ્યો છે તે ઉપરથી એમના પત્રોની તાત્વિક વિચારધારાનો પરિચય થાય. પુસ્તકના શીર્ષકથી જ પત્રોની માહિતી મળે છે તે મુજબ શ્રી સોગાનીજીએ સાધર્મિકોને અધ્યાત્મવિષયક ૫૧ પત્રો લખ્યા હતા તેનો સંચય થયો છે. અધ્યાત્મ વિષય અત્યંત ગહન, ગંભીર અને રહસ્યમય છે. કદાચ આજનું વિજ્ઞાન સમુદ્ર અને પાતાળના તળિયે પ્રવેશ કરીને સંશોધન રીપોર્ટ (સચિત્ર) બહાર
Sી
શ્રી લખમશીભાઈ ઉજમશીભાઈ ગાલા, ગોરેગાંવ, મુંબઈ. -
૩૮૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org