________________
આપનો પત્ર મળ્યો હતો. આશા છે કે આપ હવે બિલકુલ સ્વસ્થ હશો. જ્ઞાન-શેય સ્વભાવ પુસ્તક સારું છે. અખંડ ત્રિકાલી જ્ઞાન સ્વભાવ (આત્મા) ને શેય બનાવી ને એના આશ્રયે એકાગ્ર થયેલા જ્ઞાન-પરિણામ વિભાગ અંશથી ભિન્ન રહેતા, વિભાવને પરશેયની જેમ જાણે દેખે છે. આ જ ભેદજ્ઞાન છે. સાધકને એક જ સમયમાં એક જ પરિણામમાં બન્ને પ્રકારના જુદા જુદા અનુભવ થાય છે અને આકુલિત વિભાવ અંશથી અનાકુલ જ્ઞાનભાવના ભિન્ન સ્વાદનું પ્રત્યક્ષ અંત૨ ભાસે છે.
હાલ ગુરૂદેવ સોનગઢથી રાજકોટ ગયા છે. ઓછામાં ઓછું એક મહિના સુધી આપ તેમની નજીક રહેવાનો પ્રોગ્રામ બનાવી લો તો અત્યધિક સાર્થક થશે.
અહીંને યોગ્ય કાર્ય લખશો.
શુભેષી નિહાલચંદ્ર
(૫)
Jain Education International
આત્માર્થી શુદ્ધાત્મસત્કાર.
તમને બધાને તત્ત્વની સ્વયંની રૂચિ વધી રહી છે. તેથી તત્ત્વચર્ચામાં આનંદ આવે છે જે પત્રમાં લખેલ છે. હવે તો સાંભળવાસાંભળવામાં પણ થાક માલૂમ પડે એવી પરિણતિ જાગૃત થવી જોઈએ. નિત્ય સુખધામ સ્વક્ષેત્રમાં અડગ-સ્થિર થતાં જ ઉત્પન્ન થયેલા એકાંત સહજ સુખમાં પ્રત્યક્ષ અનુભવ થશે. કંઈ ક૨વું ક૨ાવવું નથી. માત્ર
કલકત્તા. તા. ૨૬-૬-૬૨
શ્રી આત્મકમલ લબ્ધિ જ્ઞાનમંદિર, દાદર, મુંબઈ.
૩૯૨
For Private & Personal Use Only
www.jainelibrary.org