________________
ક૨ી છે. તદુપરાંત મુમુક્ષુઓને આત્મસિદ્ધિ માટે પ્રે૨ક વિચારો પૂરા પાડ્યા છે. આ પત્રો આત્મજ્ઞાન અને આત્મજાગૃતિના છે. પત્રોમાં ક્યાંય વિસ્તા૨ કર્યા વગર જ્યાં જેટલું ઉચિત લાગ્યું ત્યાં તેટલું અનુભવ અને શાસ્ત્રજ્ઞાનના આધારે લખ્યું છે.
પત્ર લેખના ચિત્તમાં રહેલી આત્મરમણતાનો પરિચય આપતી એમની જ કાવ્ય પંક્તિઓ જોઈએ તો
‘ચાંદની બહુ ખીલી છે અંતર ચોકમાં ઠંડકની જ્યાં લાગી ગુરહી છે કોર જો,
ઝરમર ઝરમર ઝરણાં અમૃતનાં ઝરે તે સ્થળે વસતાં આનંદ પ્રગટે ઓર જો.'
અંતમાં તેઓશ્રી કહે છે કે
‘અનુભવશે અંતરના ઉજ્જવળ ચોકને સંતશિષ્ય જો એક સ્વરૂપ સમજાયજો.' ચાંદની
આવા આપ્ત અને અંતદષ્ટા પુરૂષના પત્રો અંતર્મુખ ક૨ના૨ બને એમાં સંશયને સ્થાન નથી. જૈન પત્ર સાહિત્યનાં ઉપલબ્ધ પુસ્તકોમાં યશોધર્મ પત્ર પરિમલ અને સંતશિષ્ય - પત્રસુધાની શૈલી કોઈ અનોખી છે. ઉપોદઘાત પત્ર અને ઉપસંહાર એમ ત્રણ વિભાગમાં આ પત્રો મળે છે. પ્રત્યેક વિષયના આરંભમાં ઉપોદઘાત અને અંતે ઉપસંહાર છે. પત્રો સીધી સાદી ભાષામાં વાર્તાલાપ જેવા અને પૂ. શ્રી જાણે બોલતા હોય એવી અનુભૂતિ થાય છે. એમના વિચારોમાં ક્રાંતિનું બીજ છે. યોવનની ધસમસતી શક્તિનો પ્રવાહ અને ઉત્સાહ છે અને તેના દ્વારા આમ જનતાને સન્માર્ગે વાળવાની
Jain Education International
શ્રી લખમશીભાઈ ઉજમશીભાઈ ગાલા, ગોરેગાંવ, મુંબઈ.
૩૭૭
For Private & Personal Use Only
www.jainelibrary.org