________________
પરમોચ્ચ ભાવના વ્યક્ત થઈ છે. શિક્ષણ, સમાજ, નારી, ધર્મ જેવા કે વિષયોમાં આવા વિચારો વિશેષ પ્રગટ થયા છે.
પૂ. જ્ઞાની સાધક અને સુધારક તરીકેનું વ્યક્તિત્વ ધરાવતા હતા. તેઓ આત્મ સાધક હોવા છતાં પરમાર્થ દૃષ્ટિથી નવજીવન અને નવનિર્માણ પત્રો દ્વારા જૈન સમાજમાં નવું ચૈતન્ય પ્રગટાવ્યું હતું. એમના આ વિચારો રૂઢિચુસ્ત વાદીઓને ન ગમે પણ સમાજના લોકોને સાચી દિશા-માર્ગ આપવા માટે આવા વિચારો અને વિચારક વ્યક્તિની અનિવાર્ય આવશ્યકતા છે. સાંસ્કૃતિક અધઃપતનના માર્ગે ઢળી ગયેલી પ્રજાને પોતાની સંસ્કૃતિના આદર્શો અને મર્યાદાપૂર્ણ જીવનના વારસાનું રક્ષણ કરવા આવા વિચારો જરૂરી છે.
પૂ. શ્રીના પત્રોમાં પ્રભુ સ્મરણ, જાપ, માળા, સત્સંગ, વાંચન, આત્મ વિચારણા, ચિંતન-મનન, સ્વાધ્યાય, આત્મજાગૃતિ જેવા વિષયોને કેન્દ્રમાં રાખીને વિચારો વ્યક્ત થયા છે.
નૂતન વર્ષાભિનંદન - પત્ર ૧ થી ૮, અજાગૃતિ દૂર કરો - પત્ર ૯ થી ૨૧, અહંવૃત્તિ – સ્વચ્છંદતા કાઢવાનો સરળ માર્ગ – પત્ર રર થી ૩પ, આત્મદર્શનની ઝંખના - પત્ર ૩૬ થી ૫૦, શ્રદ્ધા - પત્ર ૫૧ થી ૬૫, સત્સંગ - પત્ર ૬૬ થી ૭૯, પુરૂષાર્થ પર જોર - પત્ર ૮૦ થી ૯૩, પુરૂષાર્થનું મધ્ય બિન્દુ પ્રભુ - પત્ર ૯૪ થી ૧૦૮, આત્મ નિરીક્ષણ - પત્ર ૧૦૯ થી ૧૨૩, સાધનામાં જાગૃતિ - પત્ર ૧૨૪ થી ૧૩૭, દૃષ્ટાભાવ - પત્ર ૧૩૮ થી ૧૪૮, મનન પરત્વે ઝોક - પત્ર ૧૪૯ થી ૧૫૩, મમતા - પત્ર ૧૫૪ થી ૧૬૦, વિશ્વમયતા - પત્ર ૧૬૧ થી ૧૬૮, વ્યવહાર નિશ્ચયની સમતુલા - , પત્ર ૧૬૯ થી ૧૮૪, સાપેક્ષવાદ - સ્યાદવાદ - પત્ર ૧૮૫ થી ૧૯૪, આ
જય શ્રી લખમશાભાઇ ઉજમશા*
શ્રી લખમશીભાઈ ઉજમશીભાઈ ગાલા, ગોરેગાંવ, મુંબઈ.
(૩૭૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org