________________
નિમિત્ત અને ઉપાદાન - પત્ર ૧૯૫ થી ૨૦૦, ધનની મર્યાદા દાનની દિશા પત્ર ૨૦૧ થી ૨૧૦, ભવિતવ્યતા - પત્ર ૨૩૦ થી ૨૩૮, ગતાનુગતિક પરંપરા - પત્ર ૨૩૯ થી ૨૪૮, સાધુજીવન માટે - પત્ર ૨૪૯ થી ૨૬૨, સાધુતા - ત્યાગશીલતા - પત્ર ૨૬૩ થી ૨૭૬, પ્રાર્થનાની મહત્તા - પત્ર ૨૭૭ થી ૨૯૧, સમર્પણ - પત્ર ૨૯૨ થી ૩૦૩, અહેતુકી ગુરૂકૃપા - પત્ર ૩૦૪ થી ૩૩૭. આ સૂચી ઉપ૨થી વિષય વૈવિધ્ય અને જ્ઞાન અંગેના વિચારોનો પ્રાથમિક ખ્યાલ આવે છે.
(૧)
પ્રિય જિજ્ઞાસુવર્ગ,
નૂતન વર્ષાભિનંદન. નૂતન વર્ષ દ્રવ્યથી અને ભાવથી મંગલમય બનો. સહ કુટુંબ શારીરિક અને માનસિક આરોગ્ય અનુભવો. જીવન ધર્મ પરાયણ અને વિજયવંત બનો. પ્રતિદિન આત્મ વિકાસના માર્ગે પ્રયાણ થાઓ, તમારા હસ્તથી અનેક શ્રેયનાં કાર્યો બનો. એ અમારા હૃદયના આશીર્વાદ છે. તમારી ભક્તિ, સેવા, પ્રેમ ભૂલાય તેમ નથી, હંમેશાં પ્રભુ તમોને એવા જ પ્રેમાળ રાખે એ જ અભ્યર્થના.
૬. ભિક્ષુ
(૨)
Jain Education International
સાયલા. તા. ૧૩-૧૧-૬૧
નૂતન વર્ષાભિનંદન
શ્રી લખમશીભાઇ ઉજમશીભાઈ ગાલા, ગોરેગાંવ, મુંબઈ.
૩૭૯
સાયલા. તા. ૮-૧૧-૧૯૬૪
For Private & Personal Use Only
www.jainelibrary.org