________________
(૧) નૂતન વર્ષમાં સર્વ કુટુંબમાં આરોગ્યતા, સુખશાંતિ અને પરસ્પર સ્નેહવૃદ્ધિ થાઓ.
(૨) તમારી શુભ નિષ્ઠા, શુભ વૃત્તિ, તમોને શ્રેયના માર્ગે દોરી તમારૂં શ્રેય સધાવે.
(૩) તમારા તન, મન, ધન અને શક્તિ દ્વારા આત્મશ્રેયનાં કાર્યો થાઓ.
(૪) જીવન નિર્મળ, નિષ્કલંક, ઉજ્જવળ અને શ્રેયસ્કર બનો. (૫) જીવન પ્રભુ પરાયણ અને કલ્યાણ પથગામી બનો.
એવા અમારા આશીર્વાદ છે. હંમેશ મુજબ વાંચન, મનન, ચિંતન, સ્મરણ અને પ્રાર્થના કરતા રહેશો.
૬. ભિક્ષુ
(૩)
મુંઝવણથી ગભરાવું નહિ, ધીરજ તેનો ઉપાય છે.
Jain Education International
વાંકાનેર, તા. ૧૬-૧૦-૪૫
સમય અલ્પ છે. લાભ લેવાની ભાવનાવાળાને લાભ મળે છે. દર્શનની સેવાની, જાણવાની પિપાસો અને જાગૃતિનાં લક્ષણ છે. એ માર્ગે જ આગળ વધાય છે. એ માર્ગે ચઢ્યા પછી મુંઝવણ વધે છે. ચેન પડતું નથી કારણ કે નીચેની ભૂમિકા છુટી ગઈ હોય છે અને ઉ૫૨ હજુ પહોંચાયું નથી. વચલી સ્થિતિ કફોડી હોય છે. જેને કશું કરવું નથી, આગળ વધવાની તાલાવેલી નથી એને નિરાંત અને શાંતિ હોય છે. વચગાળામાં રહેલા મનુષ્ય માત્રને કષ્ટ, મુંઝવણ બેચેની રહેલી છે.
શ્રી લખમશીભાઈ ઉજમશીભાઈ ગાલા, ગોરેગાંવ, મુંબઈ.
૩૮૦
For Private & Personal Use Only
www.jainelibrary.org