________________
તેના ખોળામાં જ મસ્તક મુક્યા પછી ચિંતા શેની? સારા કામમાં આળસ ન કરશો. બધાં કામમાં પ્રભુને સમીપે રાખજો. એને પ્રસન્ન રાખવા તેને ગમતાં ભોગ ધરજો.
અર્પવાનું અર્પશો, ત્યજવાનું ત્યજશો અને ગ્રહવાનું ગ્રહણ
કરશો.
૬. ભિક્ષુ
(૬) જીવનનો ઉદ્દેશ હેય અને ઉપાદેયની સમજણ ક૨વી.
જીવનનો ઉદ્દેશ યુદ્ધ અને આલિંગન બે છે. યુદ્ધ તે હેય. વસ્તુ માત્ર સાથે લડી પુરૂષાર્થ ફો૨વી તેને ત્યજવી. પછી તે ચીજ બહાર હોય કે અંદ૨ પણ આપણને ચોંટી હોય તેને ત્યજવી. અને આલિંગન એટલે ઉપાદેય. વસ્તુ સ્વીકારવાની - ગ્રહવાની - પોતારૂપી બનાવવાની. પ્રેમથી ભેટવું, ભેટીને એક થવું અને દ્વિધા ભાવના ત્યજીને એક થવું. આ ધ્યેયપૂર્વક જીવનની સર્વ ક્રિયાઓ થાય તે ધર્મ પછી ક્રિયા ગમે તેવી હોય. આ જ ભાવ પ્રભુએ વર્ણવ્યો છે. ‘જયં ચરે જયં ચિટકે’ એનું હાર્દ છે. સર્વ ક્રિયામાં ઉપયોગ રાખનાર તરી જાય છે.
૬. ભિક્ષુ
(6)
મોરબી. તા. ૧૭-૯-૧૯૪૭
સાંભળ્યું તેટલું વર્તનમાં મુકાય ત્યાં સુધી ધીરજ રાખવી.
શ્રી લખમશીભાઈ ઉજમશીભાઈ ગાલા, ગોરેગાંવ, મુંબઈ.
Jain Education International
૩૮૨
For Private & Personal Use Only
www.jainelibrary.org