________________
પત્ર સાહિત્યમાં આ પ્રકારની કૃતિ માત્ર નાનચંદજી સ્વામીની જ પ્રાપ્ત થાય છે. પત્રોના વિષયો ઉપોદઘાત અને ઉપસંહાર મુનિ સંતલાલજીએ લખેલ છે.
પ્રસ્તાવનામાં જણાવ્યું છે કે એક એક પત્ર કિંમતી રત્નસમાન છે. જીવનની આપત્તિઓ અશાંતિ અને ઉન્માર્ગે ગમનમાં સાચો માર્ગ દર્શાવનાર છે. જીવનમાં અજ્ઞાનતાનો અંધકાર વ્યાપી ગયો છે તેમાં જ્ઞાનરૂપી પ્રકાશ પુંજ પાથરે છે. તેમાં જીવન શુદ્ધિ દ્વારા આત્મશુદ્ધિ અને અંતે આત્મસિદ્ધિ વિશેના અનુભવ સિદ્ધ ઉપદેશાત્મક વિચારોનો સંચય થયો છે.
પૂ. શ્રીએ સ્થાનકવાસી દીક્ષા લીધી ત્યાર પહેલાં શ્રીમદ્ રાજચંદ્ર અને દીક્ષા લીધા પછી મહાત્મા ગાંધીજીના વિચારોનો પ્રભાવ પડ્યો હતો તેનું પ્રતિબિંબ એમના પત્રોમાં ઝંપલાવ્યું છે.
પત્ર લેખન અંગત પ્રવૃત્તિ છે. નિકટના સ્નેહી-સ્વજનને લખાય છે. આ પત્રો પૂ. સાધ્વીજી અને ભક્તોને સંબોધીને લખાયેલા છે.
તો વળી કેટલાક પત્રો પ્રાસંગિક લખાયા છે. એમના પત્રોનો ઉપદેશ યોગ્ય વ્યક્તિને યોગ્ય ઉપદેશ રૂપે છે. સાધુ-સાધ્વીને સંયમ જીવનનો અને ગૃહસ્થોને આદર્શ શ્રાવક શ્રાવિકા બનાવવાનો છે. આત્મપંથે પ્રયાણ કરવાનો માર્ગ ગુલાબના પુષ્પો જેવો સુકોમળ નથી ત્યાં અનેક આપત્તિઓ આવે છે ત્યારે ધીરજ અને ચતુરાઈથી માર્ગ કાઢીને આગળ વધવાનું છે નહિ કે પીછે હઠ કરવાની. આ અંગેના પ્રેરક વિચારો પણ પત્રોમાંથી પ્રાપ્ત થાય છે.
પૂ. શ્રીએ સંપ્રદાયના વ્યામોહમાંથી મુક્ત થઈને સમગ્ર માનવજાતના કલ્યાણની ઉદાત્ત ભાવના ઉદાર દિલથી પત્રોમાં વ્યક્ત
શ્રી લખમશીભાઈ ઉજમશીભાઈ ગાલા, ગોરેગાંવ, મુંબઈ,
Jain Education International
૩૭૬
For Private & Personal Use Only
www.jainelibrary.org