________________
(૧૬)
ભવ્યાત્મન્ !
દુ:ખની કૃપાથી જ આ સંસારનું રહસ્ય જેમ છે તેમ સમજાય છે. સંસાર તો દુ :ખમય જ છે. ત્રિવિધ તપની જ્વાલાઓ ચારે તરફ ભભકી રહી છે - તેમાં રહીને શાંતિ ક્યાંથી અને કેમ પ્રાપ્ત થાય ?
સંસાર એટલે મોહના વિકલ્પો. શરીરમાં હુંપણું તે જ દર્શનમોહ છે. જો શરીરમાંથી હુંપણું કાઢીને આત્મામાં જ હુંપણે લક્ષ નમાવીએ તો - આ સંસાર જે બાહ્ય રૂપે છે તે હોવા છતાં પણ દુઃખનું કારણ થતું નથી. અને અંતરનો મોહ જે આત્માનો સંસાર છે તે મટી જાય. તે મરતાં જ દુ :ખના દર્શન જ ન થાય. પણ એકલું નિર્દોષ આનંદ સહજાનંદ જ અનુભવાય - માટે હે જીવ! તું શરીરમાંથી હુંપણું કાઢી નાંખ. સાક્ષી ભાવે સમતાથી રહે - જે કાંઈ થઈ રહ્યું છે - તેથી રાજી કે નારાજ ન થા. હર્ષ શોક ન થવા દેવો - એજ એક તારૂં કર્તવ્ય છે. તેનું તું પાલન કર. આ પરિક્ષાનો સમય છે. તારા કર્યાનું જ ફળ તને મળે છે, તો પછી હવે નારાજ થવાની શી જરૂર? જો તને દુઃખ ગમતું નથી તો હું તે દુઃખના કારણોને (શરીરમાં હુંપણું અને બીજા દેહોમાં મારાપણું) મૂકી દે. તો તું ખચીત પરમસુખી થઈશ.
તા. ૧૪-૧૧-૫૭
ૐ શાંતિઃ શાંતિઃ
(સૌજન્ય : ડૉ. કોકિલાબેન એચ. શાહ - ઘાટકોપર, મુંબઈ)
સંદર્ભ : સહજાનંદઘન પત્ર સુધા
લેખક : સહજાનંદ - શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ - રત્નકુટ, હંપી.
(બેંગલોર)
Jain Education International
શ્રી લખમશીભાઇ ઉજમશીભાઇ ગાલા, ગોરેગાંવ, મુંબઈ,
૩૭૪
For Private & Personal Use Only
www.jainelibrary.org