________________
મુખ્ય છે તે કરાવે છે. નાડી-પવન-સંયોગનું પરિજ્ઞાન કરવા માટે આવી કોઈ પ્રક્રિયાનું વર્ણન મળતું હોય તો તે મેળવવું જોઈએ. પાંચ સમીરના ઉત્થાનની પ્રક્રિયા પંચપરમેષ્ઠી મંત્રરાજ ધ્યાનમાલામાં તેના બીજ સાથે બતાવી છે. પરંતુ તે સ્પષ્ટ નથી. આ વિષયમાં તમારું જે મંથન હોય તે જણાવશો.
(૩) બોધિ અને સમાધિ
નવકાર બોધિરૂપ છે અને સામાયિક સમાધિરૂપ છે. બોધિનું સ્વરૂપ દુષ્કૃતગહ, સુકૃતાનુમોદના અને ચતુર શરણ ગમન રૂપ છે. સમાધિ સ્વરૂપ દુષ્કૃત વર્જન, સુકૃત સેવન અને સ્વરૂપ રમણતારૂપ છે. બોધિનું ફળ સમાધિ અને સમાધિનું મૂળ બોધિ છે તેથી લોગસ્સ આદિ સૂત્રોમાં ભાવારોગ્ય માટે બોધિ અને સમાધિની પ્રાર્થના કરાયેલી છે. શ્રી જિનેશ્વર દેવનાં કીર્તન, વંદન અને પૂજાદિ વડે બોધિ અને સમાધિની પ્રાપ્તિ સુલભ બને છે.
શ્રી સાગરાનંદસૂરિજી નવપદોને શાશ્વત કહે છે. ચૂલિકા સહિત પાંચ પદોને મહાગ્રુત સ્કંધ કહે છે. પાંચ પદો એ મૂળ મંત્ર છે. તે અભવ્યને પણ સ્પર્શે છે. ચૂલિકા અભવ્યને સ્પર્શતી નથી કેમ કે તેમાં સર્વ પાપનો સર્વથા નાશ કહ્યો છે. તેથી મોક્ષતત્ત્વ ન માનનારને સ્પર્શતી નથી.
શ્રી મહાનિશીથ સૂત્ર' માં શ્રી ચૂલિકા સહિત મૂળ-મંત્રનો મહિમા વર્ણવ્યો છે. ચૂલિકાથી પ્રણિઘાનની શુદ્ધિ થાય છે.
प्रणिधान कृतं कर्म मतं तीव्रविपाकवत् । सानुबन्ध्त्वनियमात् शुभांशाच्चैतद्वेव तत्।।
હીરાબેન એસ. શાહ, મુંબઈ.
(૩૨૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org