________________
લોક દ્રષ્ટિ અને જ્ઞાનની દ્રષ્ટિને પશ્ચિમ પૂર્વ જેટલો તફાવત છે. જ્ઞાનની દ્રષ્ટિ પ્રથમ નિરાલંબન છે. રૂચિ ઉત્પન્ન કરતી નથી. જીવની પ્રકૃતિને મળતી આવતી નથી. તેથી જીવ તે દૃષ્ટિમાં રૂચિવાન થતો નથી પણ જે જીવોએ પરિષહ વેઠીને થોડા કાળ સુધી તે દ્રષ્ટિનું આરાધન કર્યું છે તે સર્વ દુઃખના ક્ષયરૂપ નિર્વાણને પામ્યા છે. તેના ઉપાયને પામ્યા છે.
જીવને પ્રમાદમાં અનાદિથી પતિ છે પણ તેમાં રતિ કરવા યોગ્ય કાંઈ દેખાતું નથી. (પા. નં. ૬૧૩).
(૨૨)
મુંબઈ મા. સુ. પ, રવિવાર, ૧૯પ૪ ખેદ નહીં કરતાં શૂરવીરપણું ગ્રહીને જ્ઞાનીને માર્ગે ચાલતાં મોક્ષ પાટણ સુલભ છે. વિષયકષાયાદિ વિશેષ વિકાર કરી જાય તે વખતે વિચારવાને પોતાનું નિવાર્યપણું જોઈને ઘણો જ ખેદ થાય છે. અને આત્માને વારંવાર નિંદે છે. ફરી ફરીને તિરસ્કારની વૃત્તિથી જોઈ ફરી મહંત પુરૂષના ચરિત્ર અને વાક્યનું અવલંબન ગ્રહણ કરી આત્માને શૌર્ય ઉપજાવી તે વિષયાદિ સામે અતિ હઠ કરીને તેને હઠાવે છે. ત્યાં સુધી નીચે મને બેસતા નથી તેમ એકલો ખેદ કરીને અટકી રહેતા નથી. એ જ વૃત્તિનું અવલંબન આત્માર્થી જીવોએ લીધું
છે અને તેથી જ અંતે જપ પામ્યા છે. આ વાત સર્વ મુમુક્ષુઓએ મુખે ૬ કરી હૃદયમાં સ્થિર કરવા યોગ્ય છે.
(પા. નં. ૬૧૬)
હીરાબેન એસ. શાહ, મુંબઈ.
૩૫૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org