________________
મેળવે છે. ગમે તેવી પરિસ્થિતિઓ પ્રતિકૂળ દેખાય કરે પણ તે ભક્ત હૃદયને વિચલિત કરી શકતી નથી કારણ કે ભક્તના હૃદયમાં ભગવાનનો વાસ હોય છે અને તેમના પ્રતાપે ભક્તિ નિશ્ચિત રહી શકે છે.
આપણે હૃદયમાં પ્રભુની પ્રતિષ્ઠા કરી સતત મંત્ર રટતા રહેવું જોઈએ. તો પ્રતિકૂળતાઓ પણ અનુકૂળતા થઈ પડે છે. માત્ર મંત્રને શ્વાસોશ્વાસમાં વણી લેજો એમ કર્યા વિના રણભૂમિના સંગ્રામમાં વિજય મળશે નહીં. બાર્મીની કટોકટીમાં પણ આપ બચી ગયા. એ પ્રભુ કૃપા સમજજો. હવે પછી આવનાર કટોકટીનો પ્રસંગ પ્રભુકૃપાથી જ સરળ થઈ પડશે. પ્રભુ કૃપા મેળવવાનો ઉપાય પ્રભુનું શરણ અને સ્મરણ છે માટે તેને અખંડ બનાવજો. એ જ ભલામણ પૂર્વક વિરમું છું.
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
(૨)
હંપી. તા. ૧૯-૨-૬૬
ભવ્યાત્મા શ્રી દામજીભાઈ સહપરિવાર. પત્ર મળ્યો. વિગત જાણી.
જેમ તડકો અને છાંયડો બદલાયા કરે છે પણ સૂર્ય બદલાતો નથી તેમ જીવની પરિસ્થિતિઓ બદલાયા કરે છે પણ જીવ તો તેનો તે જ રહે છે બદલાતો નથી. જેમ તડકા-છાંયાનું કારણ વાદળ સમૂહ છે તેમ પરિસ્થિતિઓનું કારણ કર્મવાદળ છે. પુણ્ય કર્મના વાદળ છાંયડારૂપે અને પાપકર્મના વાદળ તડકારૂપે શાતા અને - અશાતા સર્જે છે. છતાં તેમાંનું કોઈ કાયમ રહેતું નથી. કોઈ વખતે. નક શ્રી લખમશીભાઈ ઉજમશીભાઈ ગાલા, ગોરેગાંવ, મુંબઈ. ક રોડ
૩૬૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org