________________
કરવામાં પોતાના અનુભવ સિદ્ધ વિચારોની સાથે શ્રીમદ્ રાજચંદ્રની વિચારધારાનો સમન્વય કરતી એમની વિરાટ પત્ર સૃષ્ટિમાં ૩૦૦ પત્રોનો સહજાનંદ પત્ર સુધા નામથી સંચય થયો છે.
આ પત્રો ગૃહસ્થ સ્ત્રી પુરૂષો અને કેટલાક મુનિઓને ઉદ્દેશીને લખાયા છે. તેમાં શ્રીમદ્ રાજચંદ્રની વિચારધારાને સ્પષ્ટ કરતી માહિતી છે. આધ્યાત્મિક વિચારો સહજ સાધ્ય નથી. તે માટે સ્પષ્ટીકરણ અનિવાર્ય બને છે. એટલે પૂ. શ્રીએ માનવજીવનની મહત્તાને સમજાવીને આત્મા પરમાત્મા પદ પ્રાપ્ત કરે તે અંગેના કર્મવાદ, પ્રમાદ, મોહ, સત્સંગ, ભક્તિ, સ્વાધ્યાય, આત્મજાગૃત્તિ, આત્મ સ્વરૂપ દર્શન જેવા વિષયોને સ્પર્શતા પત્રો લખ્યા છે. આ પત્રોમાં ઉપદેશાત્મક વાણી પણ જોવા મળે છે તેની સાથે સીધી સાદી ને સરળ શૈલીમાં લખાયેલા પત્રોમાં નિજાનંદ મસ્તી - આત્મરમણતાનો પણ પરિચય થાય છે.
શ્રીમદ્ રાજચંદ્ર અને આ. બુદ્ધિસાગરસૂરિ સમાન પત્રમાં સંબોધન અને અંત ભાષાકીય રીતે વૈભવ યુક્ત છે. ઉદા. જોઈએ તો મુનિ શ્રી સંતબાલજી વિશ્વવાત્સલ્યમૂર્તિ, ભવ્યાત્મનું, ભક્તિવર, આત્માર્થી પ્રિયબંધુ શ્રી શાંતિભાઈ, સુજ્ઞ મુનિ શ્રી, આત્મસ્વરૂપ જિજ્ઞાસુ શ્રી ખીમજીભાઈ, મહાત્મનું, પૂજનિયા માતેશ્વરી, વગેરે સંબોધન નોંધપાત્ર છે. મોટાભાગના પત્રો સંક્ષિપ્ત પત્ર લેખનને અનુરૂપ છે. લઘુ પત્રોનો પણ સમાવેશ થયો છે.
આ પત્રોની ભાષા હિન્દીના પ્રભાવવાળી ગુજરાતી છે. કેટલાક પત્રો તો હિન્દીમાં જ છે. આ પત્ર સુધામાં મંત્રીશ્રીકા નિવેદનમાં જણાવ્યું છે કે જગતના લોકો શાંતિની શોધનમાં જીવન
શ્રી લખમશીભાઈ ઉજમશીભાઈ ગાલા, ગોરેગાંવ, મુંબઈ.
ઉ૬૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org