________________
જો જીવ પોતાના દુઃખોનું નિમિત્તો ઉપર આરોપણ કરે તો ન નવા નવા કર્મોનો બંધ પડે છે. દા.ત. જ્યારે કોઈ સંતાઈને કુતરા આ પર લાકડી ફેંકે ત્યારે કુતરો લાકડીને જ કરડે છે. તે જ પ્રમાણે કર્મો પણ અદૃશ્ય રીતે ઉદયમાં આવે છે અને અજ્ઞાની જીવો કુતરાની જેમ નિમિત્તો ઉપર જે કષાય કરી નવા કર્મો બાંધે છે. જ્ઞાની સમતાભાવમાં રહી પોતાના કર્મના ઉદયને ખેરવી નવા કર્મો ન બંધાય તેની તકેદારી રાખે છે. હે જીવ! તું પોતાના દોષનો સ્વીકાર કરી લે. હવે બહાનાબાજી ન કર. કર્મની અટલ સિદ્ધાંત છે કે જીવ જે કર્મો બાંધે છે, તે તેને અવશ્ય ભોગવવા જ પડે. પણ જીવે જે કર્મો બાંધ્યાં જ નથી તે તેને કોઈ કાળે ભોગવવા નહીં પડે.
બાંધ્યા બિન ભગતે નહીં, બિન ભુગત્યા ન છૂટાય.” બૃહદ આલોચના. આ સિદ્ધાંત જે દિવસે સમજાશે, તે દિવસે પોતાની ભુલને, પોતાના દોષને ભવ્ય જીવ સ્વીકારશે. કબીર સાહેબ કહે છે કે હું શી ચિંતા કરું? હું ચિંતા કરું તેથી શું વળે? ચિંતા તો પ્રભુ પોતે જ કરે છે એટલે મારે તો કોઈ ચિંતા જ નથી. ક. વ. ૧૪૫
જેમ બરફને સ્પર્શ કરવાથી ઠંડક લાગે, અગ્નિને સ્પર્શ કરવાથી દાઝી જવાય તેમ ક્રોધાદિ કષાયના ભાવ કરવાથી અશાંતિનો જ અનુભવ થાય છે.
આજે સોંદર્ય ટકાવવા કેટલીક યુવાન માતા પોતાના બાળકને ધવરાવતી નથી. ભવિષ્યમાં તે જ કર્મના ઉદયના પ્રભાવથી વૃદ્ધાવસ્થામાં તે જ દીકરો તેને ઘરની બહાર કાઢી મુકે છે અથવા વૃદ્ધાશ્રમમાં છોડી આવે છે, કે નોકરાણીને જેમ રાખે છે. જીવ જેવા ભાવ કરે છે, તેને તેવા અશાંતિ, કલેશના કે શાંતિના પરિણામ
ભોગવવા પડે છે. થઈ હીરાબેન એસ. શાહ, મુંબઈ.
=
૩૬૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org