________________
વિશેની વિશદ વિચારણા થઈ છે. અને તે અંગેના વિચારો પુસ્તકો, સામાયિકો અને વર્તમાન પત્રના કોલમો-શિબિરો દ્વારા પ્રચાર ચાલે છે. બિનસાંપ્રદાયિક ભારતવાસીઓને માટે ધર્મની પ્રસંદગી લોકશાહી ઢબે મુક્ત રીતે કરવાની છુટ છે. શ્રીમદ્ રાજચંદ્રના વિવિધ પત્રો પ્રાપ્ત થયા છે તેમાં અભિવૃદ્ધિ કરનાર એક અભિનવ પ્રકાશન છ પદના પવિત્ર પત્ર છે.
તિથિલ મુકામે તા. ૨૩ થી ૨૬-૨-૧૯૮૦ના રોજ તત્ત્વજ્ઞાન શિબિર યોજાઈ હતી. તેમાં સ્વાધ્યાયરૂપે છ પદ વિશે પ્રવચન આપવામાં આવ્યા હતાં. તેને છ પત્રમાં પ્રગટ કરવામાં આવ્યા છે. પ્રત્યેક પત્રમાં ક્રમિક રીતે પદ વિશેના વિચારોનું શ્રીમદ્ રાજચંદ્રીય શૈલીમાં એમના વિચારોના સંદર્ભમાં વિશ્લેષણ કરીને આત્માના અનંતસુખ પ્રાપ્ત કરવાનો માર્ગ દર્શાવ્યો છે. આ તાત્ત્વિક વિચારોને ગ્રહણ કરવા માટે આત્માએ બુદ્ધિગમ્ય પુરૂષાર્થ આદ૨વો પડે તેમ છે. અત્રે છ પદની માહિતી આપીને પાંચમા પદનું અને પત્ર પ્રગટ કરવામાં આવ્યા છે. છ પદ ૧. આત્મા છે, ૨. આત્મા નિત્ય છે, ૩. આત્મા કર્મનો કર્તા છે, ૪. આત્મા કર્મનો ભોક્તા છે, ૫. મોક્ષ છે, ૬. મોક્ષનો ઉપાય છે. મૂળ આ છ પદનું દરેક પત્રમાં વિવેચન છે. જૈન ધર્મના તત્ત્વજ્ઞાનના ઊંડા રહસ્યને પામવા માટે અને આત્માનું શાશ્વત સ્વરૂપ પ્રાપ્ત કરવા માટે તેની સૈદ્ધાંતિક જાણકારી જ્ઞાન અનિવાર્ય છે. આ છ પદનો સંદેહ રહિત જૈન ધર્મમાં સ્વીકા૨ ક૨વામાં આવ્યો છે. પદ ૪નો પત્ર પ્રગટ કર્યો છે.
ચોથું વૃંદ - આત્મા ભોક્તા છે. જે જે કંઈ ક્રિયા છે તે તે સર્વ સફળ છે. નિરર્થક નથી. જે કંઈપણ કરવામાં આવે તેનું ફળ ભોગવવામાં આવે એવો આત્માથી અનુભવ છે. વિષયોમાંથી વિષ્ણુકુળ
હીરાબેન એસ. શાહ, મુંબઈ.
Jain Education International
૩૫૯
For Private & Personal Use Only
www.jainelibrary.org