________________
જીવે સ્વભાવ અને પરભાવનું પૃથ્થકરણ કરવું જોઈએ. આ મિથ્યાત્વ, કષાય, રાગદ્વેષાદિ પરભાવ થકી તેનું સંસારનું પરિભ્રમણ ચાલુ રહે છે. પરંતુ સમ્યકદર્શન, જ્ઞાન, ચારિત્રાદિ ગુણો જે આત્માનો પોતાનો સ્વભાવ છે, તેને પ્રગટ કરવાનો પુરૂષાર્થ કરવાથી નિજ સ્વરૂપનું કર્તાપણું અને ભોક્તાપણું થાય છે. આજે જે કાંઈ આભાસી સુખ કે આભાસી દુઃખ હું ભોગવું છું તે પૂર્વે મારું જ બાંધેલું છે. હવે કોનો તિરસ્કાર કરું કે કોનો દોષ કાઢું? એ મારી ભૂતકાળની ભુલનું જ પરિણામ છે. આમ જ્ઞાની સુખ દુઃખ બન્ને ચારે ગતિમાં રખડાવનાર ગણી ઉદાસ પરિણામ રાખી બન્ને કર્મોના ઉદયને ઉદાસીનભાવે ભોગવીને એકમાત્ર કેવળજ્ઞાન અનંત સુખ, પરમપદ પ્રાપ્તિનું જ લક્ષ રાખી સાધના કરે છે અને કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે.
સંદર્ભ ઃ છ પદના પવિત્ર પત્ર સ્વાધ્યાય : રાયચંદ ધનજીભાઈ અજાણી સંપાદક : નવીનચંદ્ર કલ્યાણજી ધરમશી લક્ષ્મીચંદ શામજી મહેશ્વરી મુંબઈ
૧૯. શ્રી સહજાનંદ ઘનપત્ર સુધા જેને પત્ર સાહિત્યની સમૃદ્ધિમાં મૂલ્યવાન પ્રદાન કરનાર યોગીરાજ સહજાનંદજીના પત્રો અધ્યાત્મ વિષયક વિચારોનું પ્રતિપાદન કરે છે. પૂ. શ્રી રાજચંદ્રના પરમોપાસક અનુયાયી હતા અને સ્વયં જંગલમાં સાધના કરીને આત્મ સાક્ષાત્કાર કર્યો હતો. ત્યાર પછી કર્ણાટક રાજ્યના મૈસુર પામે હમ્પીમાં રાજચંદ્ર આશ્રમની સ્થાપના કરીને જૈન-જૈનેતરવર્ગને ધર્માભિમુખ અને આત્માભિમુખ છે
શ્રી લખમશીભાઈ ઉજમશીભાઈ ગાલા, ગોરેગાંવ , મુંબઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org