________________
(૨૬)
ૐ સર્વજ્ઞાય નમઃ
વવાણિયા મા. સુ. ૧, ૧૯૫૩
આયુષ્ય અલ્પ અને અનિયત પ્રવૃત્તિ. અસીમ બળવાન અસત્સંગ પૂર્વનું ઘણું કરીને અનરાધકપણું બળવીર્યના હીનતા એવાં કારણોથી રહિત કોઈક જ જીવ હશે. એવા આ કાળને વિષે પૂર્વ ક્યારે પણ નહીં જાણેલો નહીં પ્રતીત કરેલો નહીં આ૨ાધેલો તથા નહીં સ્વભાવ સિદ્ધ થયેલો એવો માર્ગ પ્રાપ્ત કરવો દુષ્કર હોય એમાં આશ્ચર્ય નથી. તથાપિ જેણે તે પ્રાપ્ત કરવા સિવાય બીજો કોઈ લક્ષ્ય રાખ્યો જ નથી તે આ કાળને વિશે પણ અવશ્ય તે માર્ગને પામે છે.
લૌકિક કારણોમાં અધિક હર્ષ-વિવાદ મુમુક્ષુ જીવ કરે નહીં. (પા. નં. ૫૬૧)
(૨૭)
(હાથ નોંધ - ૨ પૃ. ૧૭)
હે જીવ! સ્થિર દૃષ્ટિથી કરીને તું અંતરંગમાં જો તો સર્વ પરદ્રવ્યથી મુક્ત એવું તારું સ્વરૂપ તને પરમ પ્રસિદ્ધ અનુભવાશે.
હે જીવ! અસમ્યક્ દર્શનને લીધે તે સ્વરૂપ તને ભાસતું નથી તે સ્વરૂપમાં તને શંકા છે. વ્યામોહ અને ભય છે.
Jain Education International
સમ્યક્ દર્શનનો યોગ પ્રાપ્ત કરવાથી તે અભાસનાદિની નિવૃત્તિ થશે.
હીરાબેન એસ. શાહ, મુંબઈ.
૩૫૪
For Private & Personal Use Only
www.jainelibrary.org