________________
જ્ઞાનીઓએ તો તેથી વિપરીત જ સુખનો માર્ગ નિર્મીત કર્યો કે કિંચિતુ આ માત્ર પણ ગ્રહવું એ જ સુખનો નાશ છે.
વિષયતી જેની ઈન્દ્રિયો આર્ત છે તેને શીતળ એવું આત્મસુખ, આત્મતત્ત્વ ક્યાંથી પ્રતીતિમાં આવે?
પરમ ધર્મ રૂપ ચંદ્ર પ્રત્યે રાહ જેવો પરિગ્રહ તેથી હવે હું વિરામ પામવાને જ ઈચ્છું છું. અમારે પરિગ્રહને શું કરવો છે? કશું પ્રયોજન નથી.
સર્વોત્કૃષ્ટ શુદ્ધિ ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ. હે આર્યજનો! આ પરમ વાક્યનો આત્મપણે તમે અનુભવ કરો. (પા. નં. ૬૨૦)
(૨૫) ૐ સર્વજ્ઞાય નમઃ
વવાણિયા કા. વ. ૧૯૫૩ દેહનું અને પ્રારબ્ધોદય જ્યાં સુધી બળવાન હોય ત્યાં સુધી દેહ સંબંધી કુટુંબ કે જેનું ભરણપોષણ કરવાનો સંબંધ છૂટ તેવો ન હોય અર્થાત્ આગારવાસ પર્યત જેનું ભરણપોષણ કરવું ઘટતું હોય તેનું ભરણપોષણ માત્ર મળતું હોય તો તેમાં સંતોષ પામીને મુમુક્ષુ જીવ આત્મહિતનો જ વિચાર કરે તથા પુરૂષાર્થ કરે. દેહ અને દેહસંબંધી કુટુંબના મહાભ્યાદિઅર્થે પરિગ્રહાદિની પરિણામપૂર્વક મૃત પણ ન થવા દે કેમ કે તે પરિગ્રહાદિની પ્રાપ્તિ આદિ કાર્ય એવા છે. આત્મહિતનો અવસર જ ઘણું કરીને પ્રાપ્ત થવા ન દે.
(પા. નં. પ૬૧) ક હીરાબેન એસ. શાહ, મુંબઈ.
5 ૩પ૩)
હીરાબેન એસ. શાહ, મુંબઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org