________________
- આત્મલાભને વિશેષ ઘાતક છે અને વારંવાર અસ્થિર અપ્રશસ્ત - પરિણામનો હેતુ છે એમાં તો સંશય નથી પણ જ્યાં અનિચ્છાથી ઉદયના કોઈએક યોગથી પ્રસંગ વર્તતો હોય ત્યાં પણ આત્મભાવના ઉત્કૃષ્ટપણાને બાધ કરનાર તથા આત્મસ્થિરતાને અંતરાય કરનાર તે આરંભ પરિગ્રહનો પ્રસંગ પાયે થાય છે. માટે પરમકૃપાળુ જ્ઞાની પુરૂષોએ ત્યાગમાર્ગ ઉદેશ્યો છે. તે મુમુક્ષુ જીવે દેશે અને સર્વથા અનુસરવા યોગ્ય છે. (પા. નં. પ૬૩)
(૧૯)
મુંબઈ અષાઢ સુ. ૪, રવિવાર. ૧૯૫૩ સાચા જ્ઞાન વિના અને સાચા ચારિત્ર વિના જીવનું કલ્યાણ ન થાય એ નિ:સંદેહ છે.
સહુરૂષના વચનનું શ્રવણ તેની પ્રતીતિ અને તેની આજ્ઞાએ પ્રવર્તતા જીવ સાચા ચારિત્રને પામે છે એવો નિ:સંદેહ અનુભવ થાય છે.
અત્રેથી યોગવાસિષ્ઠનું પુસ્તક મોકલ્યું છે તે પાંચદશ વાર ફરી ફરીને વાંચવું તથા વારંવાર વિચારવું યોગ્ય છે. (પા. નં. ૬૦૭)
(૨૦)
સાયલા વૈ. સુ. ૧૫, ૧૯૫૩,
હીરાબેન એસ. શાહ, મુંબઈ.
(૩૪૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org