________________
'વાસનાવાળા ચિત્તને વિષે પણ સત્ સંબંધી સંસ્કાર યથાયોગ્ય પ્રતિબિંબિત થતા નથી. કવચિત્ અંશ થાય છે. ત્યાં જીવ પાછો અનંતકાળનો જે મિથ્યા અભ્યાસ છે તેનાં વિકલ્પમાં પડી જાય છે. એટલે તે કવચિત્ સત્ના અંશો પર આવરણ થાય છે. સત્ સંબંધી સંસ્કારોની રૂઢતા થવા સર્વ પ્રકારે લોકલજ્જાની ઉપેક્ષા કરી સત્સંગનો પરિચય કરવો શ્રેયસ્કર છે. લોકલજ્જા તો કોઈ મોટા કારણમાં સર્વ પ્રકારે ત્યાગવી પડે છે. સામાન્ય રીતે સત્સંગનો લોકસમુદાયમાં તિરસ્કાર નથી. જેથી લજ્જા દુ:ખદાયક થતી નથી. માત્ર ચિતને વિશે સત્સંગના લાભનો વિચાર કરી નિરંતર અભ્યાસ કરવો. તો પરમાર્થને વિશે દઢતા થાય છે.
(પા. નં. ૨૭૮)
(૭)
મુંબઈ ૧૯૪૭
આર્તધ્યાન ધ્યાવન કરવા કરતાં ધર્મધ્યાનમાં વૃત્તિ લાવવી એ જ શ્રેયસ્કર છે. અને જેને માટે આર્તધ્યાન ધ્યાવવું પડતું હોય ત્યાંથી કાં તો મન ઉઠાવી લેવું અથવા તો તે કૃત્ય કરી લેવું એટલે તેથી વિરકત થવાશે.
જીવને સ્વછંદ એ મહા મોટો દોષ છે. એ જેનો મટી ગયો છે તેને માર્ગનો ક્રમ પામવો બહુ સુલભ છે.
(પા. નં. ૩૦૫)
હીરાબેન એસ. શાહ, મુંબઈ.
૩૪૧)
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org