________________
આવે છે. પ્રાયે જ્ઞાની કંઈ તેને ગ્રહણ કરતા નથી. પણ તેમાંથી પોતાપણું મટાડવાનું જ ઉપદેશે છે. અને ક૨વા યોગ્ય પણ તેમ જ છે. કે આરંભ પરિગ્રહને વારંવારના પ્રસંગે વિચારી વિચારી પોતાના થતાં અટકાવવા ત્યારે મુમુક્ષુતા નિર્મળ હોય છે.
મુંબઈ શ્રા. સુ. ૧૦, ૧૯૪૮
(૧૦)
ૐ નમઃ
નિષ્કામ યથાયોગ્ય
આત્મરૂપ શ્રી સુભાગ્ય પ્રત્યે.
જે ઉપાર્જિત કર્મ ભોગવતાં ઘણો વખત ભાવિમાં વ્યતીત થશે તે બળવાન પણે ઉદયમાં વર્તી ક્ષયપણાને પામતાં હોય તો તેમ થવા દેવા યોગ્ય છે એમ ઘણાં વર્ષનો સંકલ્પ છે.
વ્યાવહારિક પ્રસંગ સંબંધી ચોતરફથી ચિંતા ઉત્પન્ન થાય એવા કારણો જોઈને પણ નિર્ભયતા આશ્રય રાખવા યોગ્ય છે, માર્ગ એવો છે.
અમે વિશેષ હાલ કંઈ લખી શકતા નથી તે માટે ક્ષમા માગીએ છીએ અને નિષ્કામપણે સ્મૃતિપૂર્વક નમસ્કાર કરીએ છીએ એ જ વિનંતી.
નાગર સુખ પામર નવ જાણે, વલ્લભ સુખ ન કુમારી
અનુભવ વિણ તેમ ધ્યાનતણું સુખ કોણ જાણે નગર નારી રે. ભાવિકા.
Jain Education International
હીરાબેન એસ. શાહ, મુંબઈ.
૩૪૩
For Private & Personal Use Only
www.jainelibrary.org