________________
(૧૪)
સર્વને વિષે સમભાવની ઈચ્છા રહે છે.
પરમ સ્નેહી શ્રી સોભાગ, શ્રી સાયલા
તીવ્ર વૈરાગ્યવાનને જે ઉદયના પ્રસંગ શિથિલ કરવામાં ઘણીવાર ફળીભૂત થાય છે. તેવા ઉદયના પ્રસંગ જોઈ ચિત્તમાં અત્યંત ઉદાસપણું આવે છે. આ સંસા૨ કયા કારણે પરિચય ક૨વા યોગ્ય છે તથા તેની નિવૃત્તિ ઈચ્છનાર એવા વિચારવાનને પ્રારબ્ધશાત્ તેનો પ્રસંગ રહ્યા કરતો હોય તો તે પ્રારબ્ધ બીજો કોઈ પ્રકારે ત્વરાએ વેદી શકાય કે કેમ ? તે તમે તથા શ્રી ડુંગ૨ વિચાર કરીને લખશો.
જે તીર્થંકરે જ્ઞાનનું ફળ વિરતિ કહ્યું છે તે તીર્થંકરને અત્યંત ભક્તિએ નમસ્કાર હો !
મુંબઈ જે. વ. ૫, ૧૯૫૧
નહીં ઈચ્છવામાં આવતાં છતાં જીવને ભોગવવું પડે છે એ પૂર્વકર્મનો સંબંધ યથાર્થ સિદ્ધ કરે છે. એ જ વિનંતી.
આ. સ્વ. બન્નેને પ્રણામ.
(પા. નં. ૪૬૮)
Jain Education International
(૧૫)
મુંબઈ જે. વ. ૭, ૧૯૫૧
શ્રી મુનિ
જંગમની જુક્તિ તો સર્વે જાણીએ, સમીપ રહે પણ શરીરનો નહીં સંગ જો
હીરાબેન એસ, શાહ, મુંબઈ.
૩૪૬
For Private & Personal Use Only
www.jainelibrary.org