________________
'પ્રત્યે નિશ્ચય સંભારીને નિરૂપાય પ્રસંગમાં કંપતા ચિતે ન જ છુ પ્રવર્તવું ઘટે છે. એ વાતનો મુમુક્ષુ જીવે કાર્યું કાર્ય ક્ષણે ક્ષણે અને પ્રસંગે પ્રસંગે લક્ષ રાખ્યા વિના મુમુક્ષુતા રહેવી દુર્લભ છે અને એવી દશા વઘા વિના મુમુક્ષુપણું સંભવે નહિ. મારા ચિત્તમાં મુખ્ય વિચાર હાલ એ વર્તે છે એ જ વિનંતી. (પા. નં. ૪૪૮)
(૧૩)
મુંબઈ ચૈત્ર વદ ૧૧, ૧૯૫૧ જેમ નિર્મળતા રે રત્ન સ્ફટિક તણી, તેમજ જીવ સ્વભાવ રે તે જિન વીરે રે ધર્મ પ્રકાશિયો, પ્રબળ કષાય અભાવ રે.
સત્સંગ નૈષ્ઠિક શ્રી સોભાગ તથા શ્રી ડુંગર પ્રત્યે નમસ્કાર પૂર્વક.
સહજ દ્રવ્ય અત્યંત પ્રકાશિત થયે એટલે સર્વ કર્મનો ક્ષય થયે જ અસંગતા કહી છે અને સુખ સ્વરૂપતા કહી છે. જ્ઞાની પુરૂષોનાં તે વચન અત્યંત સાચી છે કેમ કે સત્સંગથી પ્રત્યક્ષ અત્યંત પ્રગટ તે વચનોનો અનુભવ થાય છે.
નિર્વિકલ્પ ઉપયોગનો લક્ષ સ્થિરતાનો પરિચય કર્યાથી થાય છે. સુધારસ, સત્સમાગમ, સલ્લાસ્ત્ર, સદ્ વિચાર અને વૈરાગ્ય ઉપશમ એ સો તે સ્થિરતાના હેતુ છે.
(પા. નં. ૪૫૮)
હીરાબેન એસ. શાહ, મુંબઈ.
૩૪૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org