________________
પ્રધાન છે અને મનન કરવા યોગ્ય છે. ટૂંકમાં કહીએ તો Spiritual developments of mankind by religious and mortal thoughts - ધાર્મિક અને નીતિપરાયણ વિચારો દ્વારા આત્માના વિકાસનો માર્ગ દર્શાવનાર વિચારોનો સંચય એમનું પત્ર સાહિત્ય છે.
મહાત્માઓ એમના વચનો-વાણીથી સૂર્ય ચંદ્ર તપે ત્યાં સુધી અમર છે એટલે એમના ભૌતિક દેહ કરતડાં વાણી-વચન દેહનો સત્સંગ પારસમણિના સ્પર્શ સમાન જીવનની બાજી સવળી કરે છે. વચનોનો પણ સત્સંગ અનેક રીતે ઉપકારક બને છે. જીવનની સાધના-ઉપાસના, સત્સંગ - આરાધના કે કોઈપણ પ્રકારનો ધર્મ થાય તેનું એક માત્ર લક્ષબિંદુ તે મોક્ષ પ્રાપ્તિ છે. ઐહિક અને પારલૌકિક સુખની લેશ માત્ર પણ અભિલાષા ન હોય તો જ મુમુક્ષુ પદની સાર્થકતા થાય. પૂ. શ્રીની પત્રવાણીએ મૂક આશીર્વાદ સમાન જીવનમાં અભિનવ ચૈતન્ય પ્રગટાવીને દિવ્ય જીવનને પંથે વાળે છે. પૂ. શ્રીના પત્રો જૈન પત્ર સાહિત્યના વિકાસમાં પ્રથમ કક્ષાનું સ્થાન ધરાવે છે અને જૈન સાહિત્યની મૂલ્યવાન સંપત્તિ છે.
દેહ પ્રત્યેની આસક્તિની મમતા નહિ, આત્મભાવની નિમગ્નતા, ઔદાસીન્યભાવ, ઉપાધિમાર્ગ, નિવૃત્તિની ભાવના, કર્માનુસાર જીવનના પ્રસંગો, સમાધિભાવની ઉત્કટતા એમની પ્રતિભા અસાધારણ મહામાનવ તરીકે ખ્યાતિ પામ્યા છે. આધ્યાત્મિક જગતની વિચાર સૃષ્ટિમાં એમનું પ્રદાન મૂલ્યવાન અને હૃદયસ્પર્શી બનીને જીવન જ્યોતિર્મય બનાવવા માટે પ્રેરક વિચારોની જનતાને ચરણે ભેટ ધરી છે.
જૈન સાહિત્યના સંશોધક અને ઈતિહાસકાર શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈ શ્રીમદ્ની શૈલી વિશે જણાવે છે. ‘આચાર્ય
હીરાબેન એસ. શાહ, મુંબઈ.
Jain Education International
૩૩૬
For Private & Personal Use Only
www.jainelibrary.org